અલીગઢ,
ભાજપના સાંસદ સતીશ ગૌતમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી (AMU)ના વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી મોહમ્મદ અલી જિન્નાની તસ્વીરને હટાવવાની માંગ કરી હતી. જો કે ત્યારબાદ આ વિવાદની વાત હવે હિંસા પછી ક્લાસ બોયકોટ સુધી પહોચી ચુકી છે, ત્યારે હવે અલીગઢમાં વધુ એક તસ્વીરને લઇ નવો વિવાદ સામે આવ્યો છે.
અલીગઢના ખેર નગર સ્તિથ PWDના ગેસ્ટ હાઉસમાં AMUના સંસ્થાપક સૈયદ અહમદ ખાનની તસ્વીર હટાવવામાં આવી છે. પરંતુ આ તસ્વીર કયા કારણોસર હટાવવામાં આવી તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી. બીજી બાજુ અલીગઢના પત્રકારો સાથે ઘર્ષણ થવાની પણ માહિતી સામે આવી રહી છે.
એક સ્થાનિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન કરી રહેલા વિધાથીઓના એક ટોળાએ ફોટોગ્રાફર સાથે મારપીટ કરી છે તેમજ બીજા કેટલાક પત્રકારો સાથે પણ ગેરવર્તણૂક કરાયા હોવાની માહિતી સામે આવી છે.
વિધાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ઉગ્ર પ્રદર્શન
મહત્વનું છે કે, શુક્રવારે જિન્નાની તસ્વીર હટાવવા મામલે વિધાથીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં વિધાથીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેઓએ ક્લાસમાંથી બોયકોટ પણ કર્યું હતું. જયારે આ ઉગ્ર વિરુધ પ્રદર્શન વચ્ચે આ વિધાર્થીઓ દ્વારા મીડિયાકર્મીઓ પર હુમલો કરાયા હોવાની માહિતી સામે આવી હતી. બીજી બાજુ ઉગ્ર પ્રદર્શનને જોતા સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત DM દ્વારા શુક્રવાર બપોર ૨ વાગ્યાથી થી શનિવાર ૫ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાને પણ યુનિવર્સીટીનાં પરિસરમાં બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. વિધાથીઓએ જિન્નાની તસ્વીર હટાવવાની વાતને નકારી કાઢી છે.
શું છે સૈયદ અહમદની તસ્વીર હટાવવાનો મામલો ?
એક સ્થાનિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, PWDના ગેસ્ટહાઉસમાં લાગેલી સૈયદ અહમદની તસ્વીર બુધવારે હટાવવામાં આવી હતી. અ તસ્વીર ક્યાં કારણોસર હટાવાઈ તેની જાણકારી આ સંસ્થાના સિક્યોરિટી સ્ટાફથી લઇ PWDના ઓફિસરો પાસે પણ નથી.
મહત્વનું છે કે, આ ગેસ્ટહાઉસમાં સૈયદ અહમદ ખાંની સાથે મહાત્મા ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર, લાલ બહાદુર શાસ્ત્રી સહિતના મહાનુભાવોની તસ્વીરો છે. પરંતુ હજી સુધી આ તમામ તસ્વીરો અહિયાં જ છે.
એક નેતાના કહેવા પર આ તસ્વીર હટાવવામાં આવી
બીજી બાજુ એક લોકલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એક નેતાના કહેવા પર આ તસ્વીર હટાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નેતા દ્વારા પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર નહીં લગાવવાના કારણે નારાજગી દર્શાવી હતી.
