Valsad News/ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારોની સહી-સલામત વતન વાપસી

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધના માહોલમાં ફસાયેલા નવસારી અને Valsad જિલ્લાના માછીમારો સુરક્ષિત વતન પરત ફર્યા. સાંસદ ધવલભાઈ પટેલની સક્રિયતા અને કેન્દ્ર સરકારના સંકલનથી માછીમારોની હેમખેમ વાપસી

Top Stories Gujarat Others
Valsad Fishermen Return from Iran

Valsad Fishermen Return from Iran: વિદેશમાં જ્યારે પણ કોઈ ભારતીય મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તેમની વ્હારે આવતી હોય છે. તાજેતરમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલી યુદ્ધ જેવી ભયાવહ પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો ઈરાનમાં ફસાઈ ગયા હતા. આ કપરા સમયે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર-રાજ્ય સરકારના સઘન સંકલનથી આ તમામ માછીમારો હેમખેમ પોતાના માદરે વતન પરત ફર્યા છે.

રોજગારી માટે ગયા હતા અને યુદ્ધના માહોલમાં ફસાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક માછીમારો પોતાના પરિવારના ગુજરાન માટે માછીમારીના વ્યવસાય અર્થે ઈરાન ગયા હતા. પરંતુ ત્યાં અચાનક ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધનો તંગ માહોલ ઉભો થતાં આ માછીમારો ત્યાં જ ફસાઈ ગયા હતા. વિદેશની ધરતી પર યુદ્ધના ભય વચ્ચે ફસાયેલા સ્વજનોને લઈને દક્ષિણ ગુજરાતમાં તેમના પરિવારો ભારે ચિંતાતુર બન્યા હતા.

Valsad : પરિવારજનોની રજૂઆત

સ્વજનોની સુરક્ષાની ચિંતા સાથે માછીમારોના પરિવારજનોએ વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ ધવલ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને સુરક્ષિત પરત લાવવા આજીજી કરી હતી. મામલાની ગંભીરતા સમજીને સાંસદ ધવલભાઈ પટેલે કોઈપણ વિલંબ કર્યા વિના ત્વરિત પગલાં લીધા હતા અને માછીમારોની વતન વાપસી માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું.

Valsad Fishermen Return from Iran

PM મોદી અને વિદેશ મંત્રી સાથે સીધું સંકલન

સાંસદ ધવલ પટેલે આ મામલે વ્યક્તિગત રસ દાખવીને ઉચ્ચ સ્તરે રાજદ્વારી કાર્યવાહી શરૂ કરાવી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સીધો સંપર્ક જાળવી રાખ્યો હતો અને માછીમારોને ઝડપથી ભારત લાવવા વિનંતી કરી હતી.

સરકાર અને સાંસદનો માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ત્વરિત કામગીરીના પરિણામે તમામ માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. આજે જ્યારે આ માછીમારો સહી-સલામત પોતાના ઘરે પરત ફર્યા છે, ત્યારે તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

સુરક્ષિત પરત ફરેલા માછીમારો અને તેમના પરિવારજનોએ આ કપરા સમયમાં પિતાતુલ્ય ચિંતા કરવા બદલ પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. વિશેષ કરીને, દિવસ-રાત જોયા વગર સતત પ્રયત્નશીલ રહેનાર અને તેમની પડખે ઊભા રહેનાર સાંસદ ધવલ પટેલનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો :   ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક