સીબીઆઈએ લાંચ કાંડમાં આરોપી પોલીસ ઉપ અધિક્ષક દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર કુમાર સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના લાંચ કાંડમાં આરોપી છે. સીબીઆઇએ પોતાના જ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સહીત કેટલાક લોકો વિરુદ્ધ લાંચ લેવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે.

સીબીઆઈ મુજબ દરોડા દરમિયાન દેવેન્દ્ર કુમાર પાસેથી 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ રવિવારે દેવેન્દ્રના ઘરે દરોડા પાડ્યા હતા. આ મામલે પોલીસ ઉપ અધિક્ષક દેવેન્દ્ર કુમાર, મનોજ પ્રસાદ, કથિત વચેટિયા સોમેશ પ્રસાદ અને અનન્ય અજ્ઞાત અધિકારીઓ પર પણ ફરિયાદ કરવામાં આવી છે.

એફઆઈઆર મુજબ અધિકારીએ હૈદરાબાદના વ્યાપારી સતીશ સાના, જેનું નામ માંસ કારોબારી મોઇન કુરેશીની તપાસ સાથે જોડાયેલા મામલે સામે આવ્યું હતું, નો મામલો ખતમ કરવા માટે 3 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી.
