Not Set/ video:સુષ્મિતા સેન બની ફિટનેશ ગુરુ, આ રીતે આપી દીકરીઓને ટ્રેનિંગ…

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તેમની ફિટનેશને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ અવારનવાર તેમના ફિટનેશ વીડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. સુષ્મિતા તેમના ફિટનેશનું હંમેશા ધ્યાન રાખે છે અને હવે તેઓએ તેમની દીકરીઓને પણ ફીટ બનાવવાની જવાબદારી ઉઠાવી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો શેર કર્યો છે જેમાં તેઓ તેમની […]

Entertainment Videos

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તેમની ફિટનેશને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ અવારનવાર તેમના ફિટનેશ વીડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

સુષ્મિતા તેમના ફિટનેશનું હંમેશા ધ્યાન રાખે છે અને હવે તેઓએ તેમની દીકરીઓને પણ ફીટ બનાવવાની જવાબદારી ઉઠાવી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો શેર કર્યો છે જેમાં તેઓ તેમની દીકરીઓ રીની અને આલીશાને ફિટનેશ ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે વીડીયોમાં સુષ્મિતા રીની અને આલિશાને રિંગ્સના દ્રારા એન્ટી-ગ્રેવિટી સ્ટેપ્સ શીખવાડી રહ્યા છે. નાની પુત્રી આલિશા માં સુષ્મિતાને ખુબ જ સારી રીતે કોપી કરતા નજરે પડી રહી છે. આ વીડીયો પર સુષ્મિતા સેનના ચાહકોએ તેમના ઘણા વખાણ કર્યા છે.

https://www.instagram.com/p/BpMhJsIHFgp/?utm_source=ig_embed

કેટલાક લોકો માતા તરીકે કરેલ તેમના ઉછેરની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક ચાહકો સુષ્મિતા સેનના ફિટનેશના વખાણ કરતા થાકતા નથી. સુષ્મિતાએ વીડીયો શેર કરતા લખ્યું કે હું હંમેશા સ્ટૂડન્ટની જેમ જ શીખું છું પરંતુ ક્યારે ક્યારે ટીચરની જેમ શીખવાડું પણ છું. રીનીએ રિંગ સાથે તેની જર્ની શરુ કરી દીધી છે.