Viral video/ હનીમૂન પર લક્ઝરી કારમાં પતિ રોહનપ્રીત સિંહ સાથે ફરવા નીકળી નેહા કક્કર, જુઓ

બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર લગ્ન પછી પતિ રોહનપ્રીત સિંહ સાથે હનીમૂન માનવી રહી છે. આ સમય દરમિયાન તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

Videos

બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર લગ્ન પછી પતિ રોહનપ્રીત સિંહ સાથે હનીમૂન માનવી રહી છે. આ સમય દરમિયાન તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે ઘણા વીડિયો અને ફોટા શેર કર્યા છે. આ દરમિયાન રોહને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાની પત્નીને લક્ઝરી પીળી કારમાં ફરાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને શેર કરતાં રોહનપ્રીત સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, “અમારા હનીમૂન પર પત્ની સાથે મારી પહેલી #ExCalling  રીલ. લવ યુ નેહા કક્કર. #NehuPreet. આના પર નેહાએ પણ ટિપ્પણી કરી હતી,” બેબી, તમારી સાથે જીવન ખૂબ જ સુંદર છે. “

https://www.instagram.com/p/CHcZM9en_b8/?utm_source=ig_web_copy_link

આપને  જણાવી દઈએ કે તાજેતરમાં રોહનપ્રીતનો નવો મ્યુઝિક વીડિયો રજૂ થયો છે, જેમાં તે અવનીત કૌર સાથે જોવા મળી રહ્યો છે. નેહાએ પતિના ગીતને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.

જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત અત્યારે દુબઇમાં છે અને ત્યાંથી સતત સોશિયલ મીડિયા પર મસ્તી કરતા વીડિયો શેર કરી રહ્યા છે.

રોહનપ્રીત સિંહ અને નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. આ પછી બંનેને ચંદીગઢમાં રિસેપ્શન કર્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.