Not Set/ સ્વાઈન ફલૂની દહેશત: લગ્નમાં વરરાજા માસ્ક પહેરી ગયા પરણવા

ગોંડલ, વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઈન ફલૂની દહેશત વધી રહી છે. ત્યારે આવામાં  ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી અને આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો શુભ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ઈશ્વરને પ્રાથના કરવામાં આવતી હોય […]

Top Stories Gujarat Others Videos

ગોંડલ,

વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઈન ફલૂની દહેશત વધી રહી છે. ત્યારે આવામાં  ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી અને આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો

શુભ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ઈશ્વરને પ્રાથના કરવામાં આવતી હોય છે ગોર મહારાજ દ્વારા નિર્વિઘ્ને કુરુમે દેવ સર્વે કર્યે શુ સર્વદા ના મંત્રોચ્ચાર ભણવામાં આવતા હોય છે અને લગ્ન પ્રસંગે વરવધુને નજરના લાગે તે માટે અનેક વિધિઓ પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્ક માં રહેતા પ્રવિણભાઇ કમાણી ના પુત્ર મિલન ના લગ્ન જેતલસર મગનભાઇ ઠુમર ની પુત્રી પૂજા સાથે નિર્ધારિત થવા પામ્યા હતા, જાનૈયા અને માંડવીયા ઓ એ સર્વે મહેમાનોની સુરક્ષા ને ધ્યાને લઇ સર્વે ને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. આ રીતના લગ્ન આકર્ષણ નું કેન્દ્ર બનવા પામ્યા હતા.

આ અનોખા લગ્ન થી સર્વે મહેમાનો પણ પ્રભાવિત થયા હતા અને કહેવા લાગ્યા હતા કે આરોગ્ય વિભાગ દ્વારા અનેક જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે કે વધુ પડતી ભીડ હોય ત્યાં ન જવું પરંતુ લગ્ન પ્રસંગ માં તો સ્વાભાવિક બધા ભેગા થવાનાજ હોય જાનૈયા અને માંડવીયા ઓ એ મહેમાનો ને માસ્ક પહેરાવી એક ઉમદા કાર્ય કર્યું છે. આવા બીમારી ના વાતાવરણમાં માસ્ક સહિત સાવચેતીના પગલાં ફરજીયાત હોવા જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

ગોંડલ