જૂનાગઢ,
પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને લોકો દ્રારા અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં અવી રહી છે અને લોકો તેમની આત્માની મોક્ષ મળે તેવી પાર્થના પણ કરી રહ્યા છે આવામાં જૂનાગઢના દામોદર કુંડ ખાતે શાહિદ થયેલ જવાનોના આત્માની શાંતિ માટે જૂનાગઢ બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા તર્પણ વિધિ કરવામાં આવી હતી.
પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા 44 જવાનો માટે જયરે પૂરા દેશ માં અલગ અલગ પોતપોતાની ભાવનાઓથી શ્રધાંજલિ આપવામાં આવી ત્યારે જૂનાગઢમાં બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા પવિત્ર દામોદર કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિ કરી જવાનો ની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવી અને તેઓએ આપેલી કુરબાની વ્યર્થના જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આ આતંકી હુમલ પછી લોકોના મનમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યા છે અને લોકો શહીદ થયેલા જવાનો શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાન અને હુમલાખોરો સામે કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે.
