Vadodara Viral Video: વડોદરાના ઐતિહાસિક લહેરીપુરા ગેટ નજીક સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં કેટલાક રીલબાજો બેફામ બન્યા હોવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવાન ગેટ નીચે ફોટોશૂટ અને રીલ બનાવવા માટે ટ્રાફિક વચ્ચે ઉભો રહી વાહનોને ડાયવર્ટ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવાન પોતાના ફોટોશૂટ માટે રસ્તા પરથી પસાર થતાં વાહનોને રોકવાનો અને દિશા બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના કારણે થોડા સમય માટે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર ઘટનાના દૃશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો.
આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવાની દોડમાં કેટલાક લોકો જાહેર માર્ગો પર જોખમી હરકતો કરી રહ્યા છે, જેનાથી અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે.
નાગરિકોએ આવા રીલબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જાહેર સ્થળો અને વ્યસ્ત માર્ગો પર નિયમોનો ભંગ કરીને ફોટોશૂટ કે રીલ બનાવનારાઓ સામે પોલીસ કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે. હાલ આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: સુરતના પીંજરત ગામમાં 280 વીઘા જમીનને લઈને કરોડોનું વિવાદ, ખેડૂતોનો 1500 કરોડના કૌભાંડનો આક્ષેપ
આ પણ વાંચો: ગાંધીનગર હાઈવે પર 4 લક્ઝુરિયસ કારો અથડાઈ, સળગતી કારમાં મોબાઈલ શોધતો રહ્યો યુવક
આ પણ વાંચો: જામનગરમાં મધ્યાહન ભોજન બાદ 10 વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગની આશંકા; હોસ્પિટલમાં સારવાર ચાલુ
