Not Set/ CAAનો વિરોધ કરનાર આઈઆઇટી મદ્રાસના જર્મન સ્ટુડન્ટનો દેશનિકાલ કરાયો

આઈઆઈટી-મદ્રાસના જર્મન વિદ્યાર્થીને નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિરોધમાં ભાગ લેવા બદલ તેને દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. જર્મનીના ડ્રેસદેન શહેરમાંથી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આઈઆઇટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ભણી રહેલો જેકોબ લિન્ડેનથલને સીએએનો વિરોધ કરવા બદલ અભ્યાસક્રમ અડધેથી મૂકી વતન પરત ફરવું પડશે. જેકોબે ચેન્નઈમાં વલ્લુર કોટમ ખાતે સીએએ થયેલા દેખાવોમાં હાથમાં પ્લેકાર્ડ પકડી પ્રદર્શન […]

Top Stories India

આઈઆઈટી-મદ્રાસના જર્મન વિદ્યાર્થીને નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિરોધમાં ભાગ લેવા બદલ તેને દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. જર્મનીના ડ્રેસદેન શહેરમાંથી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આઈઆઇટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ભણી રહેલો જેકોબ લિન્ડેનથલને સીએએનો વિરોધ કરવા બદલ અભ્યાસક્રમ અડધેથી મૂકી વતન પરત ફરવું પડશે.

જેકોબે ચેન્નઈમાં વલ્લુર કોટમ ખાતે સીએએ થયેલા દેખાવોમાં હાથમાં પ્લેકાર્ડ પકડી પ્રદર્શન કર્યા હતા અને આ તસ્વીર ટ્વિટ પર  વાયરલ થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.જેકોબને અથોરિટી દ્વારા દેશ છોડવાનું કહ્યા બાદ તે જર્મની જવા રવાના થયો હતો.

જેકોબે કહ્યું કે, ‘મને ભારતથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.મને દેશનિકાલનું કહેવામાં આવ્યું છે. જેકોબે તેના કેમ્પસ, વલ્લુવર કોટમ અને ચેપૌક ખાતે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

જેકોબે વિરોધ પ્રદર્શનમાં  જર્મનીમાં હિટલરશાહીનો આડકતરો સંદર્ભ આપતા પ્લેકાર્ડમાં લખ્યું કે 1933-1945, અમે ત્યાં રહીએ છીએ’. ટ્વિટર પર ચકચાર મચાવતા એક વીડિયોમાં, જેકોબે આ વિરોધમાં ભાગ લેવાના તેમના નિર્ણયને વાજબી કહે છે કે માનવાધિકાર સાર્વત્રિક ઇસ્યુ છે.

આઇઆઈટી-એમના જેકોબના મિત્રો તેના જવાથી દુખી છે.

“ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવી રહ્યો છે, જે લોકશાહી હોવાનો દાવો કરે છે. જેકોબે માત્ર શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો,” વિરોધમાં ભાગ લેનારા બીજા મિત્રએ કહ્યું. જેકોબના સમર્થનમાંુ ઘણાએ ટ્વીટ કર્યું છે.

એક ફેસબુક પોસ્ટમાં આઈઆઈટી-મદ્રાસના આંબેડકર પેરિયાર અધ્યયન ગ્રુપે કહ્યું કે, “એપીએસસી સરકાર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની સખત નિંદા કરે છે અને  તેઓ જેકોબ સાથે છે.

જ્યારે આઈઆઈટી-મદ્રાસના મેનેજમેન્ટનો મીડિયાએ  સંપર્ક કર્યો ત્યારે તેઓએ કોઈ વિગતોનો જવાબ આપ્યો ન હતો અથવા પુષ્ટિ આપી નથી. સંસ્થાના ડિરેક્ટર ભાસ્કર રામામૂર્તિએ ફોન કોલ્સનો જવાબ આપ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન