Entertainment News/ ફિલ્મોના બહાને પીએમ મોદીનો વિપક્ષ પર વાર, કહ્યું- સત્ય બતાવતી ફિલ્મોથી વિપક્ષને કેમ તકલીફ છે?

PM Modiએ કેરળમાં NDAની રેલી દરમિયાન ‘ધુરંધર’, ‘ધ કેરળ સ્ટોરી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કરી વિપક્ષ પર નિશાન સાધ્યું છે. વાંચો પીએમ મોદીએ શું કહ્યું.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi slams Opposition on Movies: વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદીએ શનિવારે કેરળમાં એક જંગી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ, UDF અને LDF પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ તાજેતરમાં ચર્ચામાં આવેલી ફિલ્મો ‘ધુરંધર’, ‘ધ કેરળ સ્ટોરી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ કરીને વિપક્ષની ‘જૂઠ ફેલાવવાની રાજનીતિ’ પર નિશાન સાધ્યું હતું.

PM MODI

વિપક્ષનો દરેક બાબતમાં જૂઠું બોલવાનો સ્વભાવ: PM Modi

પીએમ મોદી (PM Modi)એ રેલીમાં સંબોધન કરતા કહ્યું કે, વિરોધ પક્ષોનો દરેક બાબતમાં જૂઠું બોલવાનો સ્વભાવ બની ગયો છે. તેમણે કહ્યું, “જ્યારે અમે CAA લાવ્યા ત્યારે તેમણે જૂઠ ફેલાવ્યું, પરંતુ આજે તે લાગુ થયો છે અને દેશને કોઈ નુકસાન થયું નથી. એ જ રીતે તેમણે ‘ધ કેરળ સ્ટોરી’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને તાજેતરની ફિલ્મ ‘ધુરંધર’ને પણ જૂઠું ગણાવી હતી. આ લોકો જૂઠ ફેલાવવાનો ધંધો લઈને બેઠા છે.” પીએમએ વધુમાં ઉમેર્યું કે UCC અને FCRA ને લઈને પણ વિપક્ષી નેતાઓ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

PM MODI

‘ધુરંધર’ અને અન્ય ફિલ્મોનો ક્રેઝ

વડાપ્રધાને (PM Modi) જે ફિલ્મોનો ઉલ્લેખ કર્યો છે તે તમામ વાસ્તવિક અને ઐતિહાસિક ઘટનાઓથી પ્રેરિત છે:

ધુરંધર: આદિત્ય ધર દ્વારા નિર્મિત આ ફિલ્મના બંને ભાગોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મ 1999ના કંધાર હાઈજેક અને 26/11 જેવી ભૂ-રાજકીય ઘટનાઓ પર આધારિત છે. જેનો બીજો ભાગ હાલમાં જ 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થયો છે.

PM MODI

ધ કેરળ સ્ટોરી 2: સુદીપ્તો સેનની આ ફિલ્મની સિક્વલ ફેબ્રુઆરી 2026 માં રિલીઝ થઈ હતી, જે ISIS માં જોડાવા માટે કટ્ટરપંથી બનાવાયેલી છોકરીઓની વાર્તા આગળ વધારે છે.

ધ કાશ્મીર ફાઇલ્સ: વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મે 1990માં કાશ્મીરી પંડિતોના પલાયન અને નરસંહારની કડવી વાસ્તવિકતા દુનિયા સામે મૂકી હતી.

પીએમ મોદીના (PM Modi)આ નિવેદન બાદ કેરળના રાજકારણમાં ફિલ્મો અને રાજનીતિનો ગરમાવો ફરી એકવાર ટોચ પર પહોંચ્યો છે.


આ પણ વાંચો: ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”

આ પણ વાંચો:બીજેપી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, પીએમ મોદીએ નેતાઓને કહ્યું- દિલ્હીમાં વધુ મહેનતની જરૂર છે

આ પણ વાંચો:હવે મારો કોઈ મિત્ર નથી…’ પીએમ મોદીએ કહ્યું- આ કહેવા માટે તમે જ હતા