Not Set/ બનાસકાંઠા/ તીડ આક્રમણ મામલે BJP અને કૉંગ્રેસ સામસામે

છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તારોમાં તીડએ લાખોની સંખ્યામાં આવી ને ખેતીના પાકને નુકશાન કરી રહ્યા છે. રોજ બરોજ તીડ નીસંખ્યા વધી રહી છે. અને નવા નવા વિસ્તારોમાં પ્રવેશી રહી છે. કોંગ્રેસ ને ભાજપના ઘણા બધા નેતાઓ પણ આ તીડ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લુઈ આવ્યા છે. જે અન્વયે આજે ભાજપના સંસદ પરબત પટેલ તીડ થી ખેડૂતને […]

Top Stories Gujarat Others

છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તારોમાં તીડએ લાખોની સંખ્યામાં આવી ને ખેતીના પાકને નુકશાન કરી રહ્યા છે. રોજ બરોજ તીડ નીસંખ્યા વધી રહી છે. અને નવા નવા વિસ્તારોમાં પ્રવેશી રહી છે. કોંગ્રેસ ને ભાજપના ઘણા બધા નેતાઓ પણ આ તીડ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લુઈ આવ્યા છે. જે અન્વયે આજે ભાજપના સંસદ પરબત પટેલ તીડ થી ખેડૂતને થયેલ નુકશાન અંગે ક્યાસ મેળવવા માટે બનાસકાંઠાના થરાદ ખાતે પહોચ્યા હતા. તો કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબ સિંહ પણ તેજ સમયે થરાદ ખેડૂતોની મુલાકાતે પહોચ્યા હતા.

આ નિરીક્ષણ દરમિયાન તીડ અને ખેડૂતના પ્રશ્નોને બાજુએ મૂકી બંને નેતા ત્યાજ ચડસાચડસી પર આવી ગયા હતા. અને બંને વચ્ચે બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે. બંને નેતાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પરબત પટેલ થરાદ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે, લોકસભામાં બનાસકાંઠા બેઠક પર જીત થતાં તેમણે આ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આ બેઠક કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.