છેલ્લા કેટલાય દિવસોથી સરહદી વિસ્તારોમાં તીડ ખેડૂતો માટે આફત લઈને આવ્યું છે. ખેડૂતો પહેલા માવઠું અને હવે તીડ થી પરેશાન થઇ રહ્યા છે. ઘરેલું ઉપાયો અજમાવીને ખેડૂતો થાક્યા છે. પરંતુ તીડ રૂપી ત્રાસવાદી ખસવાનું નામ નથી લઇ રહ્યા. અને ખેડૂત ને પાક માં પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
જે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, તીડના નિયંત્રણ માટે ડ્રોનથી દવાનો છંટકાવ થઈ શકે છે. CM રૂપાણીએ જણાવ્યું કે જે ખેડૂતોને નુકસાન થયું તેની સરકાર તેની સાથે છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમીતે ભારત સરકાર દ્વારા સુશાસન દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજના દિવસે રાજ્ય સરકાર દ્વારા ‘કિસાન સહાયતા’ પેકેજ અનુસંધાને માવઠાથી નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોને સહાયતામાટે નાણા ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે.
આ યોજનાનો વડોદરાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે’આ યોજના અંતર્ગત 24 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. વળતર માટે આજે 2 લાખ ખેડૂતોને નાણા અપાયા છે જ્યારે આવતીકાલ સુધીમાં 8 લાખ ખેડૂતોને સહાયતા પહોંચી જશે’ દરમિયાન આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ કરવા માટે ડ્રોનથી દવા છંટકાવનો ઉપયોગ કરવાના સંકેત આપ્યા હતા.
હેલિકોપ્ટરથી દવા છંટકાવ ન થઈ શકે પરંતુ ડ્રોનથી દવા છંટકાવની વિચારણા છે, આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
