રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. અહી કોરોનાનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે કોરોના સામે ફ્રન્ટ લાઇન પર જંગ લડી રહેલા ડૉક્ટરોની સાથે હવે પોલીસને પણ પોતાનો શિકાર બનાવવાનું શરૂ કરી દીધુ છે. જી હા, તાજેતરમાં સામે આવી રહ્યુ છે કે એક પોલીસ અધિકારી આ વાયરસની ઝપટમાં આવી ગયા છે.
મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા એસીપી મીની જોસેફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલા અધિકારી ઘણા પોલીસકર્મીઓનાં સંપર્કમાં આવી હોવાની શંકા પણ સેવાઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં આજ દિન સુધી કુલ 45 જવાનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ કર્મચારીઓમાં ખડભડાટ મચ્યો છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં જ ખાડીયા પીઆઈનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેઓ હાલમાં સારવાર હેઠળ છે. જે કારણે ખાડિયા પોલીસ-સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર સહિત 31 અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 60થી વધુ પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંક ઝડપથી વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ શહેર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યુ છે. ગુરુવાર સુધી રાજ્યમાં કોરોનાનાં 2,624 કેસ નોંધાયા હતા. જેમા અમદાવાદમાં જ કોરોનાનાં કેસ 1,652 પર પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
