Not Set/ દિવાળી તહેવારોની શરૂઆત : ઉદ્યોગો, શાળાઓમાં વેકેશન

અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સત્તાવાર રીતે 14 દિવસના દિવાળી વેકેશનની શરૂઆત થઈ છે. શનિવાર સ્કૂલનો છેલ્લો દિવસ હોઈ હવે દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ જશે. આમ તો દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે ત્યારે સરકારે તેને ટૂંકાવી 5 થી 18 સુધી 14 દિવસનું વેકેશન પાળવાની જાહેરાત કરી છે. તેથી 5 થી […]

Top Stories Gujarat

અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સત્તાવાર રીતે 14 દિવસના દિવાળી વેકેશનની શરૂઆત થઈ છે. શનિવાર સ્કૂલનો છેલ્લો દિવસ હોઈ હવે દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ જશે.

આમ તો દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે ત્યારે સરકારે તેને ટૂંકાવી 5 થી 18 સુધી 14 દિવસનું વેકેશન પાળવાની જાહેરાત કરી છે. તેથી 5 થી 18 નવેમ્બર સુધી જિલ્લાની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન પાળવામાં આવશે. દિવાળીના તહેવારોની વિધિવત્ શરૂઆત થઇ ચૂકી છે હીરા ઉદ્યોગ, એમ્બ્રોઇડરી, વીવિંગ એકમો સહિત અનેક કારખાનાંઓમાં આજથી દિવાળી વેકેશનનો માહોલ સર્જાયો છે. આજે સાંજે મોટા ભાગના હીરાનાં કારખાનાંઓ બંધ થશે.

આ વર્ષે દિવાળી વેકેશનના પહેલાં જ નવરાત્રીનું મિની વેકેશન આવી ગયું છે. તેથી દિવાળી વેકેશન ટૂંકાવાયું છે. નવરાત્રીના વેકેશનના કારણે પરીક્ષાઓ મોડી થઈ હતી. તેથી સત્રાંત પરીક્ષાનું પરિણામ વેકેશન પૂરું થયા બાદ જાહેર કરશે. આ વર્ષે પ્રાથમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનનો નિયમ પહેલી વાર અમલી બનાવાયો છે.