અમદાવાદ/ એ….એ…એ… ધડામ : લ્યો વરસાદ આવ્યો અને પડ્યા

ગઈકાલે મોડી સાંજે આવેલ વરસાદમાં શહેરના જુદાં-જુદાં બ્રિજ ઉપર અનેક દ્વ્રીચક્રી વાહનો સ્લીપ થઇ જતાં ચાલકો ખરાબ રીતે પડ્યા હતા.

Ahmedabad Gujarat
વરસાદ

 હાલ રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. અનેક જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોમાં કાળજાળ ગરમીથી અને અસહ્ય ઉકળાટ માંથી છુટકારો મળતા ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ કેટલા લોકો વરસાદ પડવાથી ખરાબ અને લપસણા થઇ ગયેલા રોડ-રસ્તાથી મુશ્કેલીમાં મુકાયા હતા. જણાવીએ કે ગઈકાલે મોડી સાંજે આવેલ વરસાદમાં શહેરના જુદાં-જુદાં બ્રિજ ઉપર અનેક દ્વ્રીચક્રી વાહનો સ્લીપ થઇ જતાં ચાલકો ખરાબ રીતે પડ્યા હતા. કેટલાક ને તો ગંભીર ઈજાઓ પણ થઇ હતી , એવી રીતે વાહનો સ્લીપ થતા અને પાછળ જ બસ આવતી હતી , એટલે જીવલેણ અકસ્માત ની ભીતિ પેદા થઇ હતી.

બ્રિજ ની સપાટી ઉપર જામેલ ઢોળાયેલ ઓઈલ તેમજ માટી પાણી ઉપર સાથે જ મિક્ષ થતા સપાટી લપસણી થઇ જતી હોઈ છે. પેહલા બે કે ત્રણ વરસાદ દરમ્યાન દ્વ્રીચક્રી વાહન ચાલકો એ ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. જયારે ધોધમાર વરસાદ ચાલુ હોઈ ત્યારે એક તરફ સલામત જગ્યા શોધીને ઉભું રહી જવું જ સલામતીભર્યું ગણાય, બાકી તો વાહન લપસી પડતા વાહન ને લગતી સાવધાની એજ સલામતી ગણાય.

આ પણ વાંચો:યંગ ઇન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી, પૈસા ક્યાંથી આવ્યા?

આ પણ વાંચો:આગ ઓલવવાના કામમાં આવતા રોબોટમાં બ્લાસ્ટ, ફાયર મેન થયો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા, પ્રિયંકા ગાંધી પણ હાજર