Amreli News : સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોરે અનોખો વિરોધ નોંધાવ્યો છે.જેમાં તેમણે ભીખ માંગી રોડ પરના ખાડા પુરવા પેસા ભેગા કર્યા હતા. સાવરકુંડલાના રોડ રસ્તા પર મસ મોટા ખાડા પડ્યા છે. ભાજપના કોર્પોરેટરે ખાડા પુરવા માટે રોડ પર ભીખ માંગીને રૂપિયા ઉઘરાવ્યા હતા.
તેમણે રોડ પરના ખાડા પુરી તંત્ર સામે વિરોધનો નોંધાવ્યો હતો. આ ખાડા પુરવા સ્થાનિકોએ અનેક વાર રજૂઆતો કરી હતી. પરંતુ રજૂઆત છતાં ખાડા પુરવામાંઆવતા ન હતા. આથી પૂર્વ કોર્પોરેટરે પોતે ખાડા પુરવા શહેરમાં ભીખ માંગી હતી. તેમણે રોડ પર અને દુકાને દુકાને રૂપિયો રૂપિયો ઉઘરાવ્યો હતો. બાદમાં પૂર્વ કોર્પોરેટરે ફંડ ભેગું કરી ખાડા જાત મહેનતે પુરાવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત, લોકોમાં ચિંતા
આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઈવે બન્યો મુસીબતોનો હાઈવે, ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ
આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ
