Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગોંડલ/ વીરપુરના પત્રકારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરનાર ડોકટર તેમજ સ્ટાફ સામે પગલાં ભરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અપાયું

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)ના પત્રકારોએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે આશરે બે મહિનાથી જલારામ મંદિર યાત્રાળુઓ માટે બંધ હતું. જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં […]

June 17, 2021Hemangi jani
Gujarat Others

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)ના પત્રકારોએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે આશરે બે મહિનાથી જલારામ મંદિર યાત્રાળુઓ માટે બંધ હતું. જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વેપાર કરતા નાનામોટા બધા જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર પર દર દસ દિવસે કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ અથવા તો વેક્સીન ફરજીયાત લઈ વેક્સીન લીધાનું પ્રમાણ પત્ર સાથે રાખીને વેપાર કરી શકે ત્યારે 18 થી 20 હજાર જેટલા લોકોની વસ્તી ધરાવતા યાત્રાધામ વીરપુરમાં વેપારીઓ જ્યારે વેક્સીન લેવા માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીઓ અહિયાં વેક્સીન નથી તમે રાજકોટ અથવા બીજા કોઈ શહેરમાં જઈને વેક્સીન લઈ લો તેવા ઉડાવ જવાબ આપતા હોવાની ગામલોકોએ અમોને ફરીયાદ કરેલ હતી.

જે અનુસંધાને ગામના જ કેટલાક જાગૃત યુવાનો આ બાબતે સરકારી હોસ્પીટલે રજુઆત કરવા જવાના હોવાની અમોને જાણ કરી હતી. જેથી અમો પત્રકારો અમારી ફરજ મુજબ જાગૃત યુવાનો સાથે સરકારી હોસ્પીટલે જતા હોસ્પીટલમાં વેકસીનની નોંધ કરતાં કોમ્પ્યુટર ઓપરેટર અને ડૉ. ડોડીયાએ ઉડાવ જવાબ આપી જાગૃત યુવાનો સાથે પત્રકારોને પણ હડધૂત કરીને હોસ્પિટલની બહાર નીકળી જાવ તેવુ ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું.

અગાઉ જ્યારે કલેકટર અને એસડીએમ ગોંડલ પત્રકારોને કોરોના વોરીયર્સ ગણીને તેઓને રસીકરણ કરી આપવાનું હોસ્પીટલને જણાવેલ હોવા છતાં પત્રકારો જ્યારે રસી લેવા માટે ગયા ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરે રસી આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અને અધિકારીઓ આદેશનું પણ ઉલ્લંઘન કરેલ હતું. તત્કાલીન સમયે ડો. ડોડીયાએ પણ કોમ્પ્યુટર ઓપરેટરનો પક્ષ લઈ અમોને રસીકરણ કરવાની ના પાડી દીધી હતી. જે અંગે અમોએ આપને રજુઆત પણ કરી હતી. અમારી રજુઆતના અનુસંધાને જ આ કોમ્પ્યુટર ઓપરેટર અને ડૉ. ડોડીયા અમારી સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું રાગદ્વેષ ભર્યું વર્તન કરે છે.

જેથી પત્રકારો સાથે વારંવાર અપમાનજનક વર્તન કરનાર કોમ્પ્યુટર ઓપરેટરને છુટા કરવા તેમજ ડોકટર સામે ખાતાકીય પગલાં ભરી તેની બદલી કરવા અંતમાં માંગ કરી હતી.

Post navigation

ચાલુ મેચમાં આ ખેલાડીએ ફીલ્ડરને મારી ઈંટ
ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ શરૂ થતા અભયારણ્ય બંધ

More Posts

ટ્રાફિક નિયમોનો ભંગ/ સુરતના એક વકીલના કારણે પોલીસની ગાડીના ઉતર્યા કાળા કાચ અને ફાટ્યો 3000 રૂપિયાનો મેમો

August 18, 2023Maya Sindhav

Ahmedabad-Fire Incident/ અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

June 14, 2024Komal Patel

Surat/ સરકારી કર્મચારીએ લાંચ માટે અપનાવી નવી મોડસ ઓપરેન્ડી

April 24, 2024Komal Patel
PM Narendra Modi's 3-day visit to Gujarat

Gujarat/ PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

April 18, 2022Rahul Rathod
બિપરજોય

Cyclone Biparjoy/ ‘સાયક્લોન’નું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સાંજે 4 થી 8 વચ્ચે ત્રાટકશે ‘બિપરજોય’, પડી શકે છે ભારે વરસાદ

June 14, 2023June 14, 2023Maya Sindhav

Not Set/ કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

April 17, 2021April 20, 2021Maya Sindhav

Gujarat News/ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના, વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાનું માની શકાય

May 23, 2025Nikunj Patel

Not Set/ ઈશરત જહાં એન્કાઉન્ટર મામલો : સીબીઆઈએ રિપોર્ટ રજુ કરવા માંગ્યો સમય

October 1, 2018Jay Mehta

Not Set/ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો , રવિવારે નોંધાયા માત્ર 25 નવા કેસ

August 8, 2021August 8, 2021Hemangi jani
Transfer

Ahmedabad News/ અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા

January 7, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy