Not Set/ મોરબી: હાઇવે પર આઇસર ટ્રકમાં લાગી આગ, ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવ

મોરબી, મોરબીમાં એક ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ટ્રક માળીયા હાઇવે પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન લક્ષ્મીનગર પાસે ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ લાગવાને કારણે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ […]

Gujarat Others Videos

મોરબી,

મોરબીમાં એક ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ટ્રક માળીયા હાઇવે પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન લક્ષ્મીનગર પાસે ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.

અચાનક આગ લાગવાને કારણે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગમાં ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. જેને લઇને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.