Surat News/ સુરતમાં બેફામ ડ્રાઈવિંગ ચલાવતા 19 નબીરાઓ સામે મોટી કાર્યવાહી

વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી એક વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો

Gujarat Surat

Surat News: સુરતમાં જાહેર રસ્તાઓ પર બેફામ ડ્રાઈવિંગ (સ્ટંટ) ચલાવતા 19 નબીરાઓના સુરત RTOએ તેમના 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરી મોટી કાર્યવાહી કરી છે.  થોડા દિવસો પહેલા વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીના નામે રસ્તો બ્લોક કર્યો હતો, જેના સંદર્ભમાં પોલીસ અને સુરત આરટીઓ(RTO)એ કાર્યવાહી કરી છે. હવે જો તેઓ વાહન ચલાવતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

સુરત DEOએ સમગ્ર ઘટના અંગે ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પણ ફટકારી હતી અને 2 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. જવાબ આવ્યો કે વિદાય દરમિયાન સ્કૂલની બહાર ગાડીઓનો કાફલો હતો, જેમાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. હવે આ ડ્રાઇવરો આગામી 90 દિવસ એટલે કે 3 મહિના સુધી વાહન ચલાવી શકશે નહીં.

સુરતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે જેમાં એવું બહાર આવ્યું છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ એક મોંઘીદાટ કાર લઈને રસ્તા પર નીકળ્યા હતા અને કારની છત ખોલીને હોબાળો મચાવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ હાથમાં ફાયર ગન સાથે પ્રદર્શન કર્યું અને દરવાજાની બહાર લટકીને હંગામો પણ મચાવ્યો. અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહ્યો અને વિદ્યાર્થીઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યા હતા.

એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી એક વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો જાણે વિદ્યાર્થીઓએ કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય. કોલેજ આવ્યા પછી તમે શું કરશો તે તમારા વર્તન પરથી સ્પષ્ટ થાય છે. આ વિદ્યાર્થીઓ ઓલપાડની ફાઉન્ટેન હેડની શાળાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત RTOની કાર્યવાહી માત્ર નામપૂરતી, વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

આ પણ વાંચો:સુરત RTOની કડક કાર્યવાહી,છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો:સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ