Vadodara News/ વડોદરાના ધારાસભ્યોનું અધિકારીઓની ‘જોહુકમી’ સામે પત્રયુદ્ધ

વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ CMને પત્ર (Letter)લખી ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે. અધિકારીઓ પ્રજાના કામ કરતા નથી અને સરકારને અંધારામાં રાખે છે તેવો ગંભીર આક્ષેપ કર્યો છે.”

Top Stories Gujarat Vadodara
Letter

Vadodara MLA Letter to CM : ગુજરાતના રાજકારણમાં અત્યારે વડોદરાના વહીવટી તંત્રને લઈને મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં Vadodara MLA Letter to CM લખીને શહેર અને જિલ્લાના 5 ધારાસભ્યોએ અધિકારીઓની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉચ્ચ અધિકારીઓ જમીની હકીકત છુપાવીને સરકારને માત્ર ‘ગુલાબી ચિત્ર’ બતાવી રહ્યા છે અને લોકપ્રતિનિધિઓની અવગણના કરી રહ્યા છે.

અધિકારીઓ સરકારને અંધારામાં રાખે છે

ધારાસભ્યોનો આક્ષેપ છે કે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ પ્રજાના કામો બાબતે ધારાસભ્યોની રજૂઆતો સાંભળતા નથી. પત્ર (Letter) માં જણાવવામાં આવ્યું છે કે કલેક્ટર, ડીડીઓ (DDO), એસપી (SP) અને મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓ પરિસ્થિતિનું સાચું આકલન કર્યા વગર સરકાર સમક્ષ બધું ‘ગુલાબી’ હોવાનું ચિત્ર રજૂ કરે છે. હકીકતમાં જમીની સ્તર પર પ્રજા પરેશાન છે અને સરકારને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવી રહી છે.

Letter

MLA શૈલેષ મહેતાના આકરા પ્રહાર

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ અધિકારીઓની કાર્યશૈલી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “અધિકારીઓ પોતાની જાતને સર્વોપરી માનીને અંધાધૂંધ વહીવટ કરી રહ્યા છે.” ધારાસભ્યોની અવગણના અને લોકપ્રશ્નોના ઉકેલમાં વિલંબને કારણે શાસક પક્ષના પ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Letter લખનારા 5 ધારાસભ્યો કોણ છે?

મુખ્યમંત્રીને સામૂહિક પત્ર લખનારા ધારાસભ્યોમાં નીચેના નામો સામેલ છે:

1. શૈલેષ મહેતા (ડભોઈ)

2. કેતન ઇનામદાર (સાવલી)

3. ચૈતન્ય ઝાલા (પાદરા)

4. અક્ષય પટેલ (કરજણ)

5. ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા)

રાજકીય ગરમાવો વધ્યો

એકસાથે પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્ર સામે મોરચો ખોલતા વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરાના પાંચ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલો આ પત્ર સ્પષ્ટ કરે છે કે જિલ્લાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો ભારે અભાવ છે. જ્યારે શાસક પક્ષના જ ધારાસભ્યો અધિકારીઓ પર ‘અંધાધૂંધ વહીવટ’નો આરોપ લગાવતા હોય, ત્યારે જોવાનું એ રહે છે કે ગાંધીનગરથી મુખ્યમંત્રી આ મામલે કેવા કડક પગલાં લે છે.  આ પ્રશ્ન અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારી જિલ્લા કોંગ્રેસમાં ‘લેટર બોમ્બ’, આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો

આ પણ વાંચો: એક લિટર પણ દૂધ ન આપનારા દૂધધારા ડેરીમાં ડિરેક્ટરઃ મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ’

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો