Navsari Congress Letter Bomb : નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફરી એકવાર આંતરિક ખેચાતાણ ખુલ્લેઆમ સામે આવી છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને પત્ર (Letter) લખી પોતાની નારાજગી વ્યક્ત કરતાં સંગઠનમાં ‘લેટર બોમ્બ’ ફૂટ્યો છે. આ પત્ર (Letter) બાદ કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.
ધારાસભ્ય ને પત્ર (Letter) લખી નારાજગી વ્યક્ત કરી
પત્રમાં પૂર્વ પ્રમુખે પોતાને લાંબા સમયથી સંગઠનમાં અવગણવામાં આવી રહ્યા હોવાનું જણાવી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લા કોંગ્રેસમાં નિર્ણયો લેતી વખતે તેમને સંપૂર્ણપણે કોરાણે રાખવામાં આવ્યા છે
વર્તમાન પ્રમુખ અને MLAની મનમાનીનો આરોપ
સિધ્ધાર્થ દેસાઈએ પત્રમાં વર્તમાન જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા સંગઠનમાં મનમાની ચલાવવામાં આવી રહી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું છે કે સંગઠનની આંતરિક લોકશાહી અને કાર્યકરોના માન-સન્માનને નુકસાન પહોંચે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
કોંગ્રેસમાં સ્ફોટક સ્થિતિ સર્જાઈ
પૂર્વ પ્રમુખના આ પત્ર બાદ નવસારી જિલ્લા કોંગ્રેસમાં સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. પત્ર જાહેર થતાં જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ચર્ચાઓ તેજ બની છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મુદ્દે શું પગલાં ભરે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.
