Banaskantha News : બનાસકાંઠામાં એક સગીરાનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરતા ચકચારમચી ગઈ છે. સગીરા તેની દાદીને ગરે પાણી પીવડાવવા ગઈ ત્યારે તેનું કોઈએ અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વઘુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં સગીરાનું પહરણ થયું હતું. આ સગીર દિકરી તેના કાકાના ઘરે ગઈ હતી. કાકાના ગરે તેની દાદીને પાણી પીવડાવવા ગઈ ત્યારે અપહરણનો આ બનાવ બન્યો હતો. સગીરા અચાનક ગૂમ થઈ જતા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેમણે અડોશ પડોશ અને અન્ય પરિવારજનોને ત્યાં તેની તપાસ કરી હતી. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો.
અંતે સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં
આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના
