ગ્રીષ્મા હત્યાકાંડ/ દોષિત ફેનીલને કોર્ટે આપી ફાંસીની સજા

ગ્રીષ્મા વેંકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી.

Top Stories Gujarat

સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે સજાનું એલાન કર્યું છે.  દોષિત ફેનીલને આજે કોર્ટ સજા સાંભળવી છે. આરોપીને ફાંસી થાય તેવી સરકાર પક્ષ માંગ કરી હતી.  ગ્રીષ્મા વેંકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી.

ફેનિલને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેના મુખ ઉપર કોઈ પણ જાતની શરમ કે અફસોસ કે ડર જોવા મળ્યો ના હતો. દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સમયે ગ્રીષ્માનો પરિવાર પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યો હતો.  પોતાનો ચુકાદો સાંભળવતા પહેલા પોતાનો ચુકાદો સાંભળવતા પહેલા જજ વિમલ કે. વ્યાસ પણ ભાવુક જોવા મળ્યા હતા. અને તેમણે સંસ્કૃતના કેટલાક શ્લોકનું પઠન કર્યું હતું. અને દોષિત ફેનિલ ને ફાંસીની સજા સંભળાવી હતી. અને કહ્યુહતું કે દંડ આપવો સરળ નથી. મારી 28 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવો કેસ જોયો છે. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે.હત્યા સમયે ગ્રીષ્મા નિસહાય હતી. પરિવારના સદસ્યો કોર્ટરૂમમાં રડી પડયા હતા. ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી.  ગ્રીષ્માના પણ સપના હતા.

ગ્રીષ્મા હત્યા કેસમાં 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 70 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.

કાયદો-વ્યવસ્થા / પત્ની શિક્ષિત હોય તો પણ ભરણપોષણ માટે હક્કદાર છે : હાઈકોર્ટની ટીપ્પણીઃ