Gandhinagar News:ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મુસાફરોને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. હવે, મુસાફરો એક્સપ્રેસ ST બસોમાં મુસાફરી કરતી વખતે ખોરાક મેળવી શકશે. એરલાઇન્સ અને રેલ્વેની જેમ, બસમાં બેઠા બેઠા પેક્ડ ફૂડ (food facility) મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ હેઠળ, અમદાવાદના વિવિધ પિકઅપ પોઇન્ટ, જેમ કે પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટિયા, નારોલ ક્રોસ રોડ, સરખેજ, રાણીપ, નહેરુનગર, ઓઢવ, અડાલજ અને યશોદાનગરમાંથી પસાર થતી એક્સપ્રેસ બસોના મુસાફરોને પેક્ડ ફૂડ આપવામાં આવશે.

મુસાફરોને વધુ સુવિધા આપવા GSRTCમાં શરૂ કરાશે ફૂડ ફેસિલિટી (food facility)
મુસાફરો હવે STની ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS) પર ટિકિટ બુક કરાવતી વખતે ફૂડનો ઓર્ડર આપી શકે છે. મુસાફરી દરમિયાન ઓનલાઈન ખોરાક બુક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. નિર્ધારિત ડિલિવરી પોઈન્ટ પર પહોંચતા પહેલા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ઓર્ડર આપવાના રહેશે.

ST કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ સેવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ દ્વારા વિવિધ એજન્સીઓ પાસેથી ક્વોટેશન મંગાવવામાં આવ્યા છે. પસંદ કરેલી એજન્સીએ કડક નિયમોનું પાલન કરવું પડશે. બસમાં તમાકુ, ગુટખા, બીડી, માંસાહારી ખોરાક અથવા અન્ય કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો ખોરાક (food facility) સમયસર પહોંચાડવામાં નહીં આવે અથવા કોઈ વિસંગતતા જોવા મળશે તો 5,000 થી 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.આ નવી સુવિધા લાંબા અંતરના મુસાફરોને નોંધપાત્ર રાહત આપશે અને એસટી બસની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
આ પણ વાંચો:GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું
આ પણ વાંચો:GSRTC કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય: ફરજ દરમિયાન અવસાન થવા પર વળતરમાં વધારો
આ પણ વાંચો:GSRTC ની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત, ૭.૫ લાખ જેટલા મુસાફરોએ કર્યો ઉપયો
