દેશના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સાંજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ કચ્છમાં બે દિવસનું રોકાણ કરશે. નોંધનીય છે કે સાંજે તેઓ ભુજ પહોંચ્યા બાદ કેઓ માતાના મઢમાં દર્શન કરશે. ત્યારે બીજી તરફ ભુજમાં રાત્રી રોકાણ બાદ તેઓ ગુરૂવારે સવારે ધોરડો જશે. ધોરડોમાં તેઓ તલાટીઓને સંબોધન કરશે. રાજ્યના સીએમ વિજય રૂપાણીની હાજરીમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તલાટી અને સરપંચનું સંમેલન યોજાવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતના પગલે ભુજમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
નોધનીય છે કે તેઓ દિવાળી નો તહેવાર અમદાવાદ ખાતે પોતાના પરિવાર સાથે ઉજવશે.
