gujrat news/ ભાજપની ભ્રષ્ટ સરકારમાં મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે : કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર

ભાજપ(BJP)ની ભ્રષ્ટ સરકારમાં જેની પાસે સાયકલ નહોતી એવા ભાજપના નેતાઓ ના ભાગીદારો બેફામ ભ્રષ્ટાચાર કરીને મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે :  અમિત ચાવડા

Gujarat Others
BJP /Congress

Gujrat News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાના બીજા દિવસની શરૂઆત ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરથી કરવામાં આવી. જનઆક્રોશ યાત્રા બોરડી, અલીના, મિર્ઝાપુર, મહુધા, ભાનેર, કઠલાલ, માનકવા અને ખાત્રજ માર્ગે મહેમદાવાદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. ભાજપ(BJP)ના રાજમાં આજે રાજ્યમાં હપ્તારાજ ચાલી રહ્યું છે.

કોંગ્રેસના ભાજપ(BJP) પર આકરા પ્રહાર

રાજ્યમાં કોઈપણ જગ્યાએ સામાન્ય જનતાનું કામ પૈસા આપ્યા વગર થતું નથી. કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમમાં કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે. આ કારણસર રાજ્યમાં બ્રિજ, રોડ અને રસ્તાઓ તૂટી પડતા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

ભાજપ(BJP)ના રાજમાં કાયદો-વ્યવસ્થાની હાલત મરી પરવારી બની ગઈ છે. રાજ્યમાં બહેન-દીકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. બુટલેગરો બેફામ થઈ ગયા છે અને ખુલ્લેઆમ દારૂની મહેફિલો ચાલી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં એમનામાં કોઈ ડર નથી, કારણ કે એમના હપ્તા ગાંધીનગર સુધી જાય છે. તેથી એમને કોઈનો ડર રહ્યો નથી.

Congress

ખેડા જિલ્લામાં પાણીની વિકરાળ સમસ્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ ભ્રષ્ટાચારના અડ્ડા બની ચૂકી છે. ભાજપ(BJP)ના ધારાસભ્યો અને એમના મળતિયાઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. એક સમયે જેમની પાસે સાયકલ નહોતી, તે લોકો આજે ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરી રહ્યા છે, અને આ બધો પૈસા જનતાના ટેક્સના પૈસા છે.

મનરેગા યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મનરેગા યોજનામાં બચુ ખાબડે ખુલ્લેઆમ લૂંટ ચલાવી 200થી 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા. બચુભાઈ ખુદ કહેતા હતા કે મને મંત્રીપદેથી કોઈ હટાવી નહીં શકે, કારણ કે આ ભ્રષ્ટાચારમાં મોટો હિસ્સો ગાંધીનગરમાં બેઠેલા લોકોનો છે. અંતે એમને સીધા હટાવવાને બદલે ધીમે ધીમે મંત્રીમંડળ વિસ્તરણ વખતે પડતા મૂકવામાં આવ્યા.

જનઆક્રોશ યાત્રા દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે દેશમાં રાહુલ ગાંધીજીએ વોટચોરીનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં તાજેતરમાં SIRની કામગીરી કરવામાં આવી, જેના મુજબ 72 લાખ મત ઓછા થવાના છે. અગાઉની ચૂંટણીમાં ભાજપ(BJP) અને કોંગ્રેસ વચ્ચે હાર-જીતનો ફર્ક માત્ર 8 લાખ મતનો હતો, પરંતુ હવે 72 લાખ મત ઘટ્યા છે ત્યારે ભાજપને લીડ પણ નહીં મળે અને પરિણામો સંપૂર્ણપણે જુદા આવશે.

જનઆક્રોશ યાત્રામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  કાળુસિંહ ડાભી, જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તંત્ર દ્વારા BLO ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની સંયુક્ત પ્રેસ વાર્તા…

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું…