MANTAVYA Vishesh/ ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. ઉનાળાના બળબળતા તાપે હવે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ ગરમી પ્રસરાવી દીધી લાગે છે. આ વખતના ભડકામાં ભાજપના વિધાનસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હડફેટે ચઢ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમની સામેના આક્ષેપો વિપક્ષે કર્યા નથી, પણ પક્ષની અંદરથી જ કરવામાં આવ્યા છે.

Mantavya Vishesh

રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. ઉનાળાના બળબળતા તાપે હવે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ ગરમી પ્રસરાવી દીધી લાગે છે. આ વખતના ભડકામાં ભાજપના વિધાનસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હડફેટે ચઢ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમની સામેના આક્ષેપો વિપક્ષે કર્યા નથી, પણ પક્ષની અંદરથી જ કરવામાં આવ્યા છે. આ બતાવે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજી બે વર્ષની વાર હોવા છતાં સ્થાનિક રાજકારણ અત્યારથી જ ગરમાવવા માંડ્યુ છે.

ધારાસભ્ય સામે પક્ષની અંદરથી જ થયેલા આક્ષેપ અને આરોપોના લીધે ફક્ત ઉપલેટામાં જ નહીં સ્થાનિક રાજકારણમાં સનસનાટી મચી ગઈ છે. મહેન્દ્ર પાડલિયા સામે આ પ્રકારનો પત્ર પક્ષના જ કાર્યકરે લખ્યો હોવાનું માનવામાં આવે છે.

આ પત્રમાં મહેનદ્ર પાડલિયા સામે ભ્રષ્ટાચાર અને વ્યભિચાર સહિતના અનેક આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ પત્ર પાછો ફક્ત સ્થાનિક વર્તુળોમાં જ ફરતો કરવામાં આવ્યો છે તેવું નથી તેની નકલ સીએમ ભુપેન્દ્ર પટેલને અને છેક હાઈ કમાન્ડ સુધી પહોંચાડવામાં આવી છે. આ વાઇરલ થયેલા પત્રએ ભાજપના આંતરિક રાજકારણમાં ઉકળતા ચરૂને બતાવ્યો છે. આના લીધે ભાજપ પોતે પણ હચમચી ગયું છે. એકબાજુએ રાજ્યમાં વિસાવદર અને કડીની પેટાચૂંટણીના ઢોલ પીટાઈ રહ્યા છે તો બીજી બાજુએ શાસક પક્ષ ભાજપમાં અસંતોષના ઉકળતા ચરૂ બહાર આવી રહ્યા છે. વિપક્ષ કોંગ્રેસ અને આપ એકબીજા સામે લડવામાં વ્યસ્ત છે તો શાસક પક્ષ ભાજપ અંદરોઅંદર લડવામાં વ્યસ્ત છે.

આ બાબતને લઈને ભાજપના ધારાસભ્ય પડલિયાએ આ પત્ર કોને લખાયો તેને લઈને પોલીસને તપાસ માટે રજૂઆત કરી છે. મહેન્દ્ર પાડલિયા સામે આક્ષેપ કરતો આ પત્ર પોસ્ટથી કેટલાય પ્રસિદ્ધ અને વગદાર લોકોને મોકલવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરે લખેલા આ પત્રમાં ભાજપના જ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ભ્રષ્ટાચારના જાતજાતના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમા કહેવાયું હતું કે પાડલિયા નાના-નાના કોન્ટ્રાક્ટરોને પણ છોડતા નથી. તેમની પાસેથી પણ તે બેથી ત્રણ હજાર રૂપિયાના હપ્તા ઉઘરાવે છે. આ સિવાય તે પીજીવીસીએલના એન્જિનીયર અને મામલતદાર સહિતના અધિકારીઓ પાસેથી પણ હપ્તા લે છે. આમ તેમને કહેવાનો અર્થ એવો થાય છે કે તંત્રમાં ભારે ભ્રષ્ટાચાર છે અને પીજીવીસીએલના એન્જિનિર અને મામલતદારો પણ ભ્રષ્ટ છે અને તેઓ પોતે પણ હપ્તા લે છે. તેથી તેમણે હપ્તા આપવા પડે છે.

આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ફક્ત ભ્રષ્ટાચાર જ નહીં પણ વ્યભિચાર પણ આચરવામાં આવ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે પાડલિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે. પાડલિયાને સામાન્ય રીતે સ્વચ્છ વ્યક્તિત્વની છાપ ધરાવનારા ગણવામાં આવે છે. તેમની છાપ ભ્રષ્ટાચારી તરીકેની જરા પણ નથી. આ સંજોગોમાં તેમના પરના આરોપોથી ભાજપ પોતે પણ આશ્ચર્ય પામ્યો છે. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સામે તો ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં જ હતા, પરંતુ સીટિંગ ધારાસભ્યો સામે આ પ્રકારના આક્ષેપો બહુ ઓછા થતાં હોય છે. તેમા પણ મહેન્દ્ર પાડલિયા જેવી વ્યક્તિ સામેના આરોપોના લીધે કેટલાયને આશ્ચર્ય થયું છે.

આ ઉપરાંત મહેન્દ્ર પાડલિયા પક્ષમાં પણ તેમની વાત બેધડક રીતે કહેવા માટે જાણીતા છે. ગયા વર્ષે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખના માર્જિનથી જીતવીનો પ્રદેશ પ્રમુખ પાટિલે ટાર્ગેટ આપ્યો હતો ત્યારે પાડલિયાએ આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે સિદ્ધ કરી શકાય તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ સવાલ પાછો તેમણે એક જાહેર કાર્યક્રમમાં ઉઠાવ્યો હતો. તેનો વિડીયો પણ તે સમયે વાઇરલ થયો હતો. તે સમયે પક્ષની અંદરના જ કેટલાય લોકોએ મહેન્દ્ર પાડલિયાને તેમની હિંમત બદલ બીરદાવ્યા હતા.

 

તેથી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે શું તેઓ હવે તેમણે દાખવેલી આ હિંમતની કિંમત ચૂકવી રહ્યા છે. શુ આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવાનો તખ્તો અત્યારથી જ ગોઠવવામાં આવી રહ્યો છે. આ રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને પાડલિયાની પ્રતિષ્ઠાને અત્યારથી જ ધૂળમાં મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી તેમને ટિકિટ પવાની પરજ ન પડે. શું તેમની સામે થયેલો આક્ષેપ પાશેરાની પહેલી પૂણી છે. આ આખી વાતના પડદા પાછળ બીજું જ કોઈ છે, જેને રસ છે કે પાડલિયાને ટિકિટ ન મળે.

ભાજપ ગુજરાતમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના ઘણા ખેલ સ્થાનિક સ્તરે ભજવાઈ ચૂકેલા છે. તેથી ભાજપની આ પ્રકારની ભવાઈના જાણકારોનું કહેવું છે કે ઘણી વખત કોઈનો કાંટો કાઢવો હોય તો તેને આ રીતે પાડી દેવા માટે આ પ્રકારના ખેલ ભાજપમાં નવા નથી. સંજય જોષી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ સિવાય હજી ગયા વર્ષે જ અમરેલી ભાજપમાં પણ આવો લેટરકાંડ બરોબરનો ચાલ્યો હતો. હાલમાં તે થમી ગયો છે. આ બતાવે છે કે ભાજપની બીજી સૌથી મોટી આવડત ડેમેજ કંટ્રોલની છે, જે આ કિસ્સામાં પણ પૂરેપૂરી તાકાતથી કામે લાગી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !