Not Set/ આઈસરમાં આગ લાગવાના કારણે થયો ડીઝલ ચોરીનો પર્દાફાશ

સુરતમાં ડીઝલ લઇને જતા આઇસર ટેમ્પામાં ભયંકર આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને ચાર અન્ય વાહનોને પણ પોતાના સકંજામાં લઈ લીધા હતા. જેમા બે બાઇક અને બે ફોર વ્હીલર હતા. આ આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે લાગેલા વીજ વાયર પણ પીગળીને તૂટી પડ્યા હતા. આ આગે ડીઝલ ચોરીના […]

Gujarat

સુરતમાં ડીઝલ લઇને જતા આઇસર ટેમ્પામાં ભયંકર આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને ચાર અન્ય વાહનોને પણ પોતાના સકંજામાં લઈ લીધા હતા. જેમા બે બાઇક અને બે ફોર વ્હીલર હતા.

આ આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે લાગેલા વીજ વાયર પણ પીગળીને તૂટી પડ્યા હતા. આ આગે ડીઝલ ચોરીના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો હતો. સુરત જિલ્લાના સચિન ખાતે ભાણોદરા ગામ પાસે આ ઘટના બની હતી.

જાણવા મળ્યા મુજબ ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી થતી હતી અને આ ચોરી કરેલો ડીઝલનો જથ્થો આઇસર ટેમ્પામાં ભરીને લઈ જવાતો હતો. જો કે રસ્તામાં આ ટેમ્પામાંથી ડીઝલ લીક થતા ટેમ્પામાં આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી.

ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી તો સચિન પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો અને ડીઝલ ચોરી મામલે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.