Gujarat News/ જમીનની પાકી નોંધ મંજુર કરાવવા 15 હજારની લાંચ લેતા નિવૃત તલાટી ઝડપાયો

અરવલ્લીમાં એસીબીએ લાંચીયા આરોપીને રંગેહાથ દબોચ્યો

Top Stories Gujarat

Gujarat News : આ બનાવની વિગત મુજબ અરવલ્લીમાં આ કેસના ફરિયાદીના પિતાએ જમીન વેચાતી લીધી હતી. જે વેચાણ નોંધની પાકી નોંધ મંજુર કરાવવાની હતી. આથી ફરિયાદીને પાકી નોંધ મંજુર કરી આપવાના બદલામાં મોડાસામાં રહેતા અને નિવૃત તલાટી કમ મંત્રી મહેન્દ્રકુમાર એમ ભાટીયા (65)એ રૂ.15,000 ની લાંચની માંગણી કરી હતી.

જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એન્ટી કર્પ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓેએ મોડાસા ચાર રસ્તા પ્રથમ ગેસ્ટ હાઉસ, મહારાજા કોમ્પ્યુટરની દુકાનમાં જાળ બિછાવીને રૂ.15,000 ની લાંચ લેતા નિવૃત તલાટી ભાટીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિલાયન્સે વડોદરાવાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા

આ પણ વાંચો: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ

આ પણ વાંચો: વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી