Not Set/ બનાસકાંઠામાં રાયડાની ખરીદીમાં કૌભાંડનો ખેડૂતો દ્રારા આક્ષેપ

ભૂતકાળમાં અને પૂર્વે પણ ખેડૂતોની સાથે અને ખેડૂતોનાં નામે મોટા મોટા કૌભાંડો આચરવામા આવ્યા હતા. અને બાદમાં તપાસ તપાસ રમીને હજુ પણ તપાસ જ ચાલી રહી છે. પછી તે મગફળીમાં માટી કૌભાંડ હોય, મગફળી બળી જવાનું કૌભાંડ હોય, યુરીયા ખાતરમાં ઓછા વજનનું કૌભાંડ હોય કે પછી ખોટા બિયારણ દાબડવાનું કૌભાંડ હોય. ગુજરાતનાં ખેડુતોએ એટલા કૌભાંડો […]

Gujarat Others

ભૂતકાળમાં અને પૂર્વે પણ ખેડૂતોની સાથે અને ખેડૂતોનાં નામે મોટા મોટા કૌભાંડો આચરવામા આવ્યા હતા. અને બાદમાં તપાસ તપાસ રમીને હજુ પણ તપાસ જ ચાલી રહી છે. પછી તે મગફળીમાં માટી કૌભાંડ હોય, મગફળી બળી જવાનું કૌભાંડ હોય, યુરીયા ખાતરમાં ઓછા વજનનું કૌભાંડ હોય કે પછી ખોટા બિયારણ દાબડવાનું કૌભાંડ હોય. ગુજરાતનાં ખેડુતોએ એટલા કૌભાંડો જોઇ લીધા છે કે હવે ખેડૂતો જ તૈયાર થઇ ગયા છે કે કૌભાંડીને જોયે જ ઓળખી જાય છે. અને આવુ જ આજે બનાસકાંઠામાં સામે આવ્યું છે.

બનાસકાંઠામાં ટેકાનાં ભાવે રાયડા ખરીદ કરવામાં કંઇક રંધાતુ હોવાનો ખેડૂતો દ્રારા આક્ષેપ કરવામા આવ્યો છે. બનાસકાંઠામાં રાયડાનુ વેચાણ કરવા આવેલા ખેડૂતોને માર્કેટીંદ યાર્ડમાં મજૂરો નથી તેવું કહી રાયડા ખરિદી માટે જવાબદાર અધિકારીઓ દ્રારા  પરત મોકલાયા હતા. પરંતુ ગુજરાતમાં ખેડૂતો સાથે ઉપરાછાપરી આચરવામા આવતા કૌભાંડોથી હવે ખેડૂતો પણ તૈયાર થઇ ગયા હોય તેમ જાગૃત ખેડૂતે સ્થળ પર જ રાત વિતાવતાં રાયડામાં કઇક રંધાતુ હોવાનું સામે આવ્યું હતુ.

સવારે જે અધિકારીઓ દ્રારા મજૂર ન હોવાનું બહાનું બતાવી ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે રાયડો ખરીદવામાં નહતો આવ્યો તે અધિકારીઓ રાતનાં અંધારામાં રાયડો ખરીદતા હોવાનું પ્રતિત થતા ખેડૂતોએ રાયડા ખરીદીમાં કૌભાંડ પાંગરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતો દ્રારા રાત્રી રોકાણ કરી અને બનાસકાંઠામાં રાયડા ખરીદીમાં કૌભાંડ થઇ રહ્યું હોવાનું અને આ મામલે સરકારે યોગ્ય પગલા ભરવા જોઇએ એવી માંગ કરતા તમામ જવાબદાર અધિકારીઓને ભાંડો ફૂટ્યાનો ડર પેસી ગયો છે. ખેડૂતોનાં અક્રામક વલણને જોઇને ટેકાનાં ભાવે રાયડો ખરીદવાની મજૂરોનાં બહાના હેઠળ ના પીડી રહેલા અધિકારીઓ રાતો રાત રાયડો ખરીદવા મંડી ગયા છે.

જુઓ આ વિડીયો…………..