ભીષણ આગ/ સુરેન્દ્રનગરમાં એસટી બસમાં લાગી ભીષણ આગ,મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં એસટી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Top Stories Gujarat
  • સુરેન્દ્રનગરમાં લીંબડી એસ.ટી ડેપોની બસમાં આગ
  • આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • નાની કઠેચી ગામ નજીક બસમાં આગ ભભૂકી ઉઠી
  • બસમાં બેસેલા 15 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ
  • ફાયરની ટીમ પહોંચે તે પહેલા બસ બળીને ખાખ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લમાંથી બસમાં આગ લાગવવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં એસટી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં આગ લાગતા મુસાફરોમાં ભારે દહેશતો માહોલ જોવા મળી રહ્યો હતો જેના લીધે પરિસ્થિતિ વધુ પેચીદી બની હતી.બસમાં આગ ભભૂકી ઉઠી હતી પરતું જાગૃત નાગરિકોની સમયસૂચકતાથી બસમાં બેઠેલા 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, તમામ મુસાફરોએ આગમાંથી બચી જતા રાહતનો શ્વાસ લીધો હતો.બસમાં આગ લાગતા આની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી,ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચતા પહેલા જ બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી ગામ પાસે બસમાં આગ લાગી હતી જો કે કોઇ જાનહાનિ થઇ ન  હતી, હાલ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે છે, કયાં કારણસર આગ લાગી છે તે જાણવા હાલ મળ્યું નથી.