Court/ આયેશા સુસાઈડ કેસ : કોર્ટે તેના પતિ આરિફને આટલા દિવસ માટે મોકલ્યો રિમાન્ડ પર

આયેશા ગયા શનિવારે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના ચર્ચિત આયેશા સુસાઇડ કેસમાં કોર્ટે તેના પતિને 6 માર્ચ સુધી રિમાન્ડ પર સોંપ્યો છે. ગતરોજ પોલીસે તેની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે તેને બુધવારે કોર્ટમાં રજુ કર્યો હતો. અદાલતે તમમાં દલીલ સાંભળ્યા બાદ તેને 6 માર્ચ સુધી રિમાન્ડ સોંપી દીધો છે.

આયેશાના આત્મહત્યાના વીડિયો અને માતા-પિતા સાથેની ઓડિયો ક્લિપે સૌને હચમચાવી દીધા છે. ત્યારે આઇશાને લગ્નના બે મહિના પછી તરત જ આરિફ પરેશાન કરવા લાગ્યો હતો. આરિફને અન્ય યુવતી ગમતી હતી. જોકે, આરીફે લગ્ન પહેલા આયેશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી, પણ આરીફે દોઢ લાખ રૂપિયા આપે તો જ લઈ જવાનું કહ્યું હતું. આરીફની આ વાતથી આઇશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેના કારણે તેના બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું.

લગ્નના થોડા જ સમયમાં આરિફની હરકતો સામે આવવા લાગી હતી અને આરિફ આયેશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરિફ આયેશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આયેશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે.

આપને જણાવી દઈએ કે, ગયા શનિવારે આયેશાએ સાબરમતી નદીમાં કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા તેને તેનો એક વિડીયો બનાવ્યો હતો. જે તેને તેના પતી આરિફને મોકલ્યો હતો. આયેશાના આપઘાત બાદ તેને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો રાજસ્થાનના જાલૌરમાં રહેતો તેનો પતી આરિફ ઘરેથી ફરાર થઇ ગયો હતો.

Ayesha Suicide Case - Ahmedabad Police Arrested Husband Arif Khan

ગુજરાત પોલીસ જાલૌરમાં તેના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે લગ્નમાં ગયો હતો અને ત્યાંથી જ ક્યાંક જતો રહ્યો છે. ત્યારબાદ મોબાઇલ લોકેશનના આધારે આરિફને સોમવારે રાત્રે પાલીથી ધરપકડ કરવામાં આવી હતી.

આરીફને ફાંસી આપવી જોઇએ: આયશાના પિતા

આયેશાના પિતા લિયાકત અલીએ મંગળવારે કહ્યું હતું કે તેઓ આરિફના પિતાને આખા મામલાની જાણકારી આપવા માટે ફોન કરવા માંગતા હતા, પરંતુ તેણે મારો ફોન ક્યારેય ઉપાડ્યો નહીં.

મારી આયેશા પાછી નહીં આવે, પરંતુ તેના ગુનેગારને સજા થવી જ જોઇએ, જેથી કોઈ બીજાની દીકરી સાથે આવું ન થાય. મારી પુત્રી આયેશા ખુશ હતી, પરંતુ દહેજને લઈને તેનું જીવન નરક થઈ ગયું હતું. એકવાર સાસરિયાઓએ તેને ત્રણ દિવસ સુધી ખોરાક પણ આપ્યો ન હતો.