Vadodara News/ ગંભીરાબ્રિજ સમારકામમાં તંત્રની નિષ્કાળજી! ડામરનો કાટમાળ નદીમાં ઠાલવાયો

વડોદરા-આણંદ જોડતા ગંભીરાબ્રિજ (Gambhira Bridge)ની સમારકામ દરમિયાન તંત્રની નિષ્કાળજી સામે આવી. મજૂરો ડામરને સીધા મહી નદીમાં ઠાલવતા લોકોમાં ગુસ્સો. ગત જુલાઈમાં 21 લોકોના મોત સર્જનાર બ્રિજ પર નવા સ્ટીલ બ્રિજની કામગીરી ચાલુ.

Gujarat Vadodara Trending
Gambhira Bridge

Gambhira Bridge Repair Negligence: વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતા ગંભીરાબ્રિજ (Gambhira Bridge)ની સમારકામ કામગીરી ચાલુ છે. ગત જુલાઈમાં આ જ બ્રિજ તૂટી પડતાં 21 લોકોના જીવ ગયા હતા. ગંભીરાબ્રિજ (Gambhira Bridge) ફરીથી ખોલવા માટે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે, પરંતુ કામ દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી પણ દેખાઇ રહી છે. મજૂરો દ્વારા બ્રિજના કામનો કાટમાળ સીધા નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે.

Gambhira Bridge

ગંભીરા બ્રિજ (Gambhira Bridge) ખુલ્લો મુકાશે

બ્રિજ તૂટતાં સ્થળ પર પસાર થનારા આસપાસના ગામો અને કંપનીના કર્મીઓને લંબો ફેરો લેવા પડતો હતો. આ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. નવો સ્ટીલ બ્રિજ લગભગ 45 મીટર લાંબો અને 150 ટન વજનનો હશે, જેના માટે અંદાજે રૂ.9.12 કરોડનો ખર્ચ આવશે. આગામી દિવસોમાં આ સ્ટીલ બ્રિજ ખુલ્લો મુકાશે, જેથી લોકો માટે રાહત શક્ય બનશે.

Gambhira Bridge

પર્યાવરણ માટે ગંભીર ચિંતા

નિયમો મુજબ ડામર અને અન્ય બાંધકામનો કચરો નિર્ધારિત જગ્યાએ જ ફેંકવો જરૂરી છે. તેમ છતાં, ગંભીરા બ્રિજની સમારકામ કામગીરી દરમિયાન આ કાટમાળ નદીમાં જ ઠાલવાઈ રહ્યો છે, કારણ કે અન્ય સ્થળે ફેંકવાની વ્યવસ્થા ન હતી. આ દ્રશ્યો પર્યાવરણ માટે ગંભીર ચિંતાનું કારણ બની રહ્યા છે.

નદીમાં ડામર અને બાંધકામનો કચરો ફેંકાતા જળપ્રદૂષણનો ખતરો વધ્યો છે. આ સ્થિતિમાં તંત્રની દેખરેખ અને જવાબદારી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રિપેરિંગનું કામ નિયમો મુજબ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના તાત્કાલિક કરવામાં આવે.

અંતિમ મૃત્યુઆંક 21 થયો હતો

જુલાઈના આ ઘટના દિવસે સવારથી રાત્રિ સુધી નદીમાંથી 13 મૃતદેહ મળી આવ્યા હતા. પૂનમના કારણે પાણીની વધારાની હાલતને લીધે રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવતાં, અંતિમ મૃત્યુઆંક 21 થયો હતો. આ દુર્ઘટનામાં 3 ટ્રક અને 1 બાઇકને પણ નદીમાંથી બહાર કઢવામાં આવ્યા હતા.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: વાડજના ઓવરબ્રિજની હાલત બગડી

આ પણ વાંચો: લ્યો બોલો; અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે

આ પણ વાંચો:હેરિટેજ સિટીના દરવાજા સમાન સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ