આણંદ/ બોરસદમાં વિદેશ જવા પોતાના જ ઘરમાં રચ્યું લૂંટનું તરકટ, આ રીતે ફૂટ્યો ભાંડો

આણંદના બોરસદમાં ફરીયાદીએ જ લુંટને અજામ આપ્યો હતો.બોરસદમાં શહેરના “માં ટેનમેન્ટ”માં 24.50 લાખની લૂંટ થઈ હતી.

Gujarat Top Stories Others Breaking News

Borsad News: આણંદના બોરસદમાં ફરીયાદીએ જ લુંટને અજામ આપ્યો હતો.બોરસદમાં શહેરના “માં ટેનમેન્ટ”માં 24.50 લાખની લૂંટ થઈ હતી.એક અજાણ્યો યુવક આવે છે અને ઘરમાં વાઇફાઇ ચેક કરવાના બહાને પ્રવેશે છે.ડૉ આરચી પઢીયારને મોઠામાં ડૂચો મારી તેના ગળામાંથી ચેઇન તોડી તિજોરીમાં મુકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઇ ગયો હતો.પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું કે,ખુદ ફરિયાદી ડો આરચી પઢીયાર જ લૂંટને અંજામ અપાવે છે.પોલીસે તપાસમા પાયલ સોલંકી અને તેના મિત્ર અજય રાઉલજીની મદદ લઇ લૂંટ કરાયાનું સામે આવ્યું હતું.પોલીસે ત્રણ આરોપીઓ પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

ફરિયાદી જ ખુદ બની આરોપી,વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા પોતાના જ ઘર માં લૂંટ નું રચ્યું તરકટ,પીતા ની ગેરહાજરી માં પોતાનાજ ઘર માં લૂંટ ને અપાવ્યો અંજામ આખરે પોલીસે સમગ્ર મામલે કર્યો પર્દાફાશ. ઘટના  છે આણંદ જિલ્લા ના  બોરસદ શહેર ની કે જ્યાં ગત બુધવાર ના રોજ ભર બપોરે શહેર ના 100 ફૂટ રોડ ઉપર આવેલ “માં ટેનમેન્ટ” ભાગ 1 ના  મકાન નંબર A -4માં રૂપિયા 24.50 લાખની લૂંટ થઈ હતી.

સમગ્ર લૂંટની ઘટના ની જો વાત કરવામાં આવે તો ભર બપોરે માં ટેનમેન્ટ ભાગ 1માં આવેલ મકાન નંબર A-4માં એક અજાણ્યો યુવક આવે છે અને ઘર માં વાઇફાઇ ચેક કરવાના બહાને પ્રવેશે છે ત્યાર બાદ ઘર માં એકલી ડો આરચી પઢીયારને મોઠા માં ડૂચો મારી તેના ગળા માં થી ચેઇન તોડી ત્યાર બાદ ઘર ની તિજોરી માં મુકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઇ જાય છે,ત્યાર બાદ ભોગ બનનાર તબીબ યુવતી પોતાના પિતાને સમગ્ર બાબતે વાકેફ કરે છે. અને પિતા પોતાની પુત્રી ને લઈ બોરસદ પોલીસ મથક પહોંચી પોતાની દીકરી ને ફરિયાદી બનાવી લૂંટ ની ફરિયાદ આપે છે.

પરંતુ કહેવાય છે કે ગુનેગાર ક્યાંકને ક્યાંક કોઈ ભૂલ કરી જ બેસે છે ,જોકે ઘટના ની ગંભીરતા જોઈ પોલીસ તપાસ નો ધમધમાટ તેજ બનાવે છે અને સમગ્ર વિસ્તાર ના સીસીટીવી ચેક કરે છે ,સીસીટીવી માં ફરિયાદી યુવતી એ જણાવ્યા મુજબ એક અજાણ્યો યુવક બેગ લઈ તેના ઘર ની બહાર જતો નજરે પડે છે ,પોલીસ દ્વારા સમગ્ર મામલે જીણવટ ભરી તાપસ ચલાવવા માં આવતા માત્ર ઘટના ના 24 કલાક માં જ સમગ્ર લૂંટ ની ઘટનાના માસ્ટર માઈન્ડ સુધી પહોંચે છે.

તાપસ બાદ જે વિગત સામે આવી તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠે છે કારણ કે આ આખા કેસ માં ખુદ ફરિયાદી ડો આરચી દિપક ભાઈ પઢીયાર જ લૂંટ ને અંજામ અપાવે છે. ડો આરચી પઢીયાર ને  વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું  જોકે તેનો પરિવાર એ માટે સહમત નહોતો જેને લઈ ઘરે થી ભાગી જતા પહેલા ફરિયાદી આરચી એ પોતાના મામા ની દીકરી પાયલ સોલંકી અને પાયલ સોલંકી ના મિત્ર અજય રાઉલજી ની મદદ લઇ લૂંટ નું તરકટ રચ્યું અને સમગ્ર ઘટના ને અંજામ આપ્યો.

હાલ તો પોલીસે ફરિયાદી તબીબ યુવતી અને તેના મામાની દીકરી પાયલ અને તેના સાથી મિત્ર અજયની ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરી છે,સમગ્ર ઘટના અંગે તેના પિતા ને જાણ થતાં તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્થબ્ધ થઈ ગયા છે હાલ તો લૂંટનું તરકટ રચવા બદલ ત્રણેવ વિરુદ્ધ ગુનો નોંધવો કે નહીં આ સાથે ત્રણેવ ની અટકાયત કરવી કે કેમ તે બાબતે કોર્ટમાં રિપોર્ટ કરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ