Botad News/ બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

બોટાદમાં ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતો (Farmers) એ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ બેન્ક ઓફ બરોડાની ઉગામેડી બ્રાન્ચ ખાતે હોબાળો મચાવ્યો હતો.

Gujarat Vadodara

Botad News: બોટાદમાં ગઢડામાં બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda) માં ખેડૂતો (Farmers) એ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ બેન્ક ઓફ બરોડાની ઉગામેડી બ્રાન્ચ ખાતે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો બેન્ક ઓફ બરોડાની ઉગામેડી ગામની શાખામાં પાક ધિરાણ માટે છ મહિનાથી ધક્કા ખાય છે. આમ છતાં ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવતું હતું.

500થી વધુ ખેડૂત ખાતેદારો બેન્ક પર પહોંચ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે તેમની સાથે દુર્વ્વહાર કરવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ ભૂતપૂર્વ પ્રમુખની આગેવાનીમાં બેન્કમાં જઈને ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

આગામી સાત દિવસમાં ખેડૂતોને ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ખેડૂત આગેવાને ચીમકી આપી હતી. ખેડૂતોના મુદ્દાઓને લઈને ઉગમડી બેન્ક બ્રાન્ચના મેનેજરે કોઈપણ પ્રકારનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે