Not Set/ અમદાવાદ: રિલીફ રોડ પરની મોબાઈલની દુકાનમાં લાગી આગ

અમદાવાદ, અમદાવાદના મૂર્તિમલ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર લાલદરવાજા રિલિફ રોડ પાસેનો બનાવ છે કે જ્યાં એક મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતાં આજુબાજુની દુકાનના વેપારીઓમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને ફાયરની ટીમને જાણ કરી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના મૂર્તિમલ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર લાલદરવાજા રિલિફ રોડ પાસેનો બનાવ છે કે જ્યાં એક મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી.

આગ લાગતાં આજુબાજુની દુકાનના વેપારીઓમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને ફાયરની ટીમને જાણ કરી હતી.

ઘટના અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ આગ કયાં કારણોસર લાગી તે અકબંધ રહ્યું છે. ખાસ વાત તો એ છે કે આ આગની ઘટનામાં જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.