મુંબઈ
મંગળવારે રાત્રે મુંબઈમાં એક ૨૧ માળની બિલ્ડીંગમાં ૧૦માં માળ પર ભીષણ આગ લાગી હતી. આ આગને લીધે એક બાળક સહિત બે લોકોના મૃત્યુ થયા છે. આ બિલ્ડીગ અંધેરી વિસ્તારમાં આવેલી હતી.
Mumbai: 2 people died, 1 injured after a level-2 fire broke out on 10th & 11th floor in Kadam Chawl SRA building, near Oberoi Tower on Vira Desai road, Andheri (W), around 8:30 pm yesterday. The cause of fire is yet to be ascertained. #Maharashtra pic.twitter.com/cbBbopzxrk
— ANI (@ANI) November 13, 2018
રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ફ્લેટમાં ૧૦માં માળ પર આગ લાગી હતી. ૧૦ માં માળ પર આ આગ ત્યારે લાગી હતી જયારે અહી રહેતું એક કુટુંબ પૂજા કરી રહ્યું હતું.
સ્થાનિક રહેવાસીના જણાવ્યા પ્રમાણે આ આગ થોડી જ વારમાં ૧૧માં માળ પર પણ પહોચી ગઈ હતી.
આજ્ઞા લીધે ૭ વર્ષીય સાગર શર્મા અને ૨૫ વર્ષીય વીકી શર્માનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
જયારે આ કુટુંબના બીજા ત્રણ મેમ્બરબે બેડરૂમમાંથી બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ૨૫ ટકા શરીર તેમનું આજ્ઞા લીધે બળી ગયું છે અને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આશરે બે કલાકની મહા મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આગની જાણ થતા જ ઘટના સ્થળે ૫ ફાયર એન્જીન અને ૪ જમ્બો પાણીના ટેન્કર પહોચી ગયા હતા.
મૃતકની ડેડબોળીને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
