Not Set/ દીપિકાના જીવનમાં થઇ ગઈ રણવીર સિંહની ઓફિશિયલ એન્ટ્રી, સગાઈ સંપન્ન

મુંબઇ, દીપિકા પદુકોણ અને રણવીર સિંહને એક થવામાં માત્ર થોડાક જ પળ બાકી છે. પરંતુ સેલિબ્રિશન શરૂ થઇ ચુક્યું છે. ઇટાલીના લેક કોમોમાં બંને એકબીજા સાથે 14 નવેમ્બરે એટલે કે આજે લગ્નના બંધનમાં બંધાય જશે. 13 નવેમ્બર (સોમવાર)ના દિવસે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે ઘણા પરફોર્મેન્સ પછી સૌથી વિશિષ્ટ પરફોર્મન્સ […]

Trending Entertainment

મુંબઇ,

દીપિકા પદુકોણ અને રણવીર સિંહને એક થવામાં માત્ર થોડાક જ પળ બાકી છે. પરંતુ સેલિબ્રિશન શરૂ થઇ ચુક્યું છે. ઇટાલીના લેક કોમોમાં બંને એકબીજા સાથે 14 નવેમ્બરે એટલે કે આજે લગ્નના બંધનમાં બંધાય જશે.

Image result for deepika padukone ranveer singh

13 નવેમ્બર (સોમવાર)ના દિવસે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે ઘણા પરફોર્મેન્સ પછી સૌથી વિશિષ્ટ પરફોર્મન્સ રણવીર સિંહનું રહ્યું અને કેમ ના હોય દુલ્હે રાજા પોતે બીજાના લગ્નની શાન હોય છે તો પોતાના લગ્નમાં આ મોકો કઈ રીતે છોડતા, સો, તેઓ તેમના લગ્નમાં ખુબ જ એન્જોય કર્યું છે અને ખાસ વાત એ છે કે તેઓ તેમની ફિલ્મ ‘ગુંડે’ના હીટ સોંગ પર ડાન્સ કર્યો છે,

Image result for deepika padukone ranveer singh

તેમને જોઈને દીપિકા બહુ જ શરમાઈ છે. પરંતુ બંને એક સાથે એન્જોય કર્યું. મહેંદી સેરેમની દરમિયાન દીપિકા તેના પરિવારના લોકો સામે ભાવુક થઇને રોવા લાગી હતી. જણાવીએ કે રણવીર સિંહ પણ મહેંદી લગાવી હતી અને દીપિકા લખાવ્યું હતું. દીપિકાના પિતાએ રણવીર સિંહને નાળીયેલ આપીને પોતાના બનાવ્યા હતા અને ત્યાર પછી રિંગ સેરેમની કરવામાં આવી હતી.સગાઈમાં રણવીર સિંહે દીપિકાને ઘુટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. પછી દીપિકા માટે ઈમોશનલ સ્પીચ આપી હતી. જેને સાંભળીને દીપિકાની આંખોમાં આંસુ આવી ગયા.

Image result for deepika padukone ranveer singh

આપને જણાવીએ કે ઇટલીથી વધુ એક સમાચાર એવા પણ આવ્યા છે કે લગ્ન પહેલા બંને પરિવારોએ સિંધી અને કોંકણી રિતિ રીવાજ અનુસાર દિપીકા અને રણવીર એક બીજાને રિંગ પહેરાવી છે અને આ રસ્મનને પૂર્ણ કરી છે. જોકે અત્યાર સુધી આ રસ્મની કોઈ પણ તસ્વીર સામે આવી નથી. પરંતુ રણવીર અને દિપીકા તેમના લગ્ન ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

Related image

અહેવાલો મળી રહ્યા છે કે દુલ્હાની એન્ટ્રી હેલિકોપ્ટર પર થવાની છે અને રણવીર તેના તેના ફેવરેટ સોંગ ‘બારાતી’ પર ડાન્સ કરતા તેમની દુલ્હનને લેવા આવશે. જણાવીએ કે લગ્ન પછી તરત જ રણવીર સિંહ દીપિકા પાદુકોણના મુંબઈના પ્રભાદેવી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાના છે.