ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારીએ મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. મા-દીકરીની આ ગ્લેમર જોડી લાખો દિલો પર રાજ કરે છે. અભિનેત્રીની દિકરી તેના કરતા વધુ ગ્લેમરસ છે. તેનું પ્રથમ ગીત ‘બિજલી બિજલી’ હાલમાં યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. દરેક લોકો આ ગીતમાં પલકનાં Look અને તેના આકર્ષક અંદાજનાં વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો – OMG! / સોશિયલ મીડિયામાં કેન્સર સમયનો ફોટો શેર કરતા મનીષા કોઈરાલાએ કહી તેની આપબીતી…
શ્વેતા તિવારી પોતાની ફિટનેસનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને આ ઉંમરે પણ તે પોતાને ફિટ રાખવામાં માને છે, તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ફેન્સની વચ્ચે કોઈને કોઈ તસવીર કે વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. આ દરમિયાન શ્વેતા તિવારીએ દિકરી પલક તિવારી સાથેનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પલક તિવારી માતા શ્વેતા તિવારી સાથે પોતાના ગીત પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં શ્વેતા તિવારીએ સફેદ ટી-શર્ટ સાથે બ્લુ ડેનિમ પહેર્યું છે, જ્યારે પલક તિવારીએ બ્રાઉન ટોપ સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે. બન્નેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. પલક તિવારીનો મ્યુઝિક વીડિયો 30 ઓક્ટોબરે રિલીઝ થયો છે જેમાં પલક તિવારી અને હાર્દિક સંધુની કેમેસ્ટ્રી ધૂમ મચાવી રહી છે.
https://www.instagram.com/reel/CWA9yRwjL0d/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Bollywood / પ્રિયંકા ચોપરાની સગાઈની વીંટી માટે નિક જોનસે વેચી હતી આ પ્રોપર્ટી, વીંટીની કિંમત જાણો રહી જશો દંગ
આ વીડિયોમાં માતા અને દિકરી જે રીતે ડાન્સ કરી રહ્યાં છે તે જોઈને ફેન્સ તેમને ટ્વિન્સ કે બહેન હોવાનું કહી રહ્યાં છે. બન્નેની આ ગ્લેમરસ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે, લોકો તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. પલક તિવારીનો મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’ હાલમાં જ રીલીઝ કરવામાં આવ્યો છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. આપને જણાવી દઈએ કે, પલક જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’ ફિલ્મમાં તે વિવેક ઓબેરોયની સાથે જોવા મળશે. આ એક હોરર અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. પલક તિવારી શ્વેતા અને તેના પહેલા પતિ રાજાની દિકરી છે.
