સુરતમાં એકસામટે 250 જેટલી શાળાઓને સીલ કરી છે. હાઈકોર્ટના કડક વલણ બાદ શાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી. પાલિકાએ શાળાનું વેકેશન પૂર્ણ થતા પહેલા જ 250 શાળાઓને સીલ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. જણાવી દઈએ કે શાળાઓનું વેકેશન 13 જૂને પુર્ણ થઈ રહ્યું છે. હવે સીલ કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ કયાં ભણશે અને આગળ શું થશે તે વિદ્યાર્થીઓ માટે અનિશ્ચિતતાની સ્થિતિ છે.
હાઈકોર્ટના વલણ બાદ પાલિકાએ શાળાઓ સીલ કરતા દોઢ લાખ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. 250શાળામાં અભ્યાસ કરનાર દોઢ લાખ વિદ્યાર્થીઓને ખબર નથી કે સ્કૂલ ચાલુ થશે કે નહીં. શાળાઓ પાસે બીયુ પરમીશન ન હોવાથી સીલ કરવામાં આવી. શાળાઓ સીલ કરાતા વિદ્યાર્થીઓને નુકસાન ના થાય માટે સરકારની દરમ્યાનગીરી માટે મેયર, DEO સહિતનું તંત્ર કામે લાગ્યું છે. એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે સ્કૂલોને બે મહિનાનો સમય આપવા અમે સરકારમાં આ અંગે રજૂઆત કરી છે.
અગાઉ વર્ષ 2022માં સુરતમાં BU પરવાનગી અને રમતના મેદાનને લઈને માનવ આયોગમાં RTI કરાતા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા 52 શાળાઓ સીલ કરી હતી. એકસામટે 52 શાળાઓને સીલ કરતા 50 હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું હતું. જ્યારે આજે હવે તેનાથી પણ આકરી કાર્યવાહી કરતા 250 શાળાઓને સીલ કરવામાં આવી. હાલમાં હાઈકોર્ટની ફટકાર બાદ સુરતની પાલિકાએ પુણા, કતારગામ, લિંબાયત, વરાછા, અઠવા, ઉધના સહિતના વિસ્તારોની અંદાજે 250થી વધુ સ્કૂલોને સીલ મારી દીધા છે. આ સ્કૂલો પાસે બી.યુ.સી ન હોવાના કારણે સીલ મારવામાં આવી. સીલ કરેલ શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. આગામી દિવસોમાં પ્રશાસન આ મામલે નિર્ણય કરશે.
આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત
આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
