Gandhinagar News/ સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ 23 એપ્રિલે યોજાશે નહીં

એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ(Swagat Program) 30 એપ્રિલ 2026 ના ગુરુવારે યોજવામાં આવશે

Gujarat Gandhinagar
સ્વાગત કાર્યક્રમ (Swagat Program)આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે નહીં.

Gandhinagar News : નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ (Swagat Program)આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે નહીં.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.

સ્વાગત કાર્યક્રમ(Swagat Program) તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત કાર્યક્રમ(Swagat Program) અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે.

એટલું જ નહિ, તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો સ્વીકારવામાં આવશે.

સૌ સંબંધિતોને મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના ખાસ ફરજ પરના અધિકારી દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજનના આ ફેરફારની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : ભરૂચ જિલ્લા સ્વાગત કાર્યક્રમ: 37 નાગરિક અરજીઓનું તાત્કાલિક નિરાકરણ

આ પણ વાંચો : ગુજરાતનો રાજય સ્વાગત કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલની સમક્ષ 22મેના રોજ યોજાશે

આ પણ વાંચો : 10 અરજદારોના પ્રશ્નોનું સંવેદનશીલ સંચાલન,ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિર્ણય