Ahmedabad News/ જયેશ રાદડીયા સાથેની કોલ્ડ વોર મામલે નરેશ પટેલનું મોટુ નિવેદન, ‘રાદડીયાને જરૂર પડે છે ત્યારે સાથે ઉભા રહ્યા છીએ’

અમદાવાદની મીડિયામાં ગત રોજ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોરની ચર્ચાએ જોર પકડયું હતું. કોલ્ડવોર મામલે આજે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદની મીડિયામાં ગત રોજ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોરની ચર્ચાએ જોર પકડયું હતું. કોલ્ડવોર મામલે આજે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જન્મદિવસ પર નરેશ પટેલે જયેશ રાદડિયા સાથે મતભેદોને લઈને ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે રાદડીયાને જરૂર પડે છે ત્યારે સાથે ઉભા રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે રાજકીય વિવાદ હોય ત્યારે કોઇ પણ બાબતે ખોડલધામનુ નામ મુકી દેવાય છે. ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ.

નરેશ પટેલે કહ્યું કે જો અમે રાજકીય એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જયેશ રાદડિયા હોય કે અન્ય કોઈ પણ નેતા કે કાર્યકરો હોય કે પછી સામાન્ય નાગરિક ખોડલધામ તેમને હંમેશા મદદ કરવા તત્પર રહેશે. ઘરમાં મતભેદ થાય તેમ પરિસ્થિતિ પ્રમાણે કેટલાક લોકો સાથે મતભેદ થતા હોય છે. પરંતુ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈપણ વ્યક્તિ પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ કે કોઈ રાગ નથી. જેમ ઘરમાં મતભેદ બાદ સમાધાન થાય છે તેમ આપણું ગુજરાત પણ એક ઘર છે. અને ઘરમાં હંમેશા સમાધાન હોય. હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કોઈ રાગ નથી. જયેશ રાદડિયા માટે એટલું કહીશ કે તે પાટીદાર સમાજના યુવા નેતા છે. તે સારું કામ કરી રહ્યા છે. તેમને જયારે પણ જરૂર પડે છે ત્યારે અમે તેમની સાથે હોઈશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો

આ પણ વાંચો: BJP અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો બનાવ, કોંગ્રેસના પાંચ કાર્યકરોના જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા

આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો