કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને પેટમાં દુખાવો થયા બાદ રવિવારે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો તેમની તપાસ કરી રહ્યા છે. સોનિયા ગાંધીની તબિયત બગડવાના સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનારાઓની લાઇન લાગી ગઇ છે. સામાન્ય માણસથી લઈને કોંગ્રેસનાં અનેક દિગ્ગજોએ તેમને જલ્દીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી નિયમિત તપાસ કરવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા.
#UPDATE Delhi: Congress interim president Sonia Gandhi is admitted to the hospital for a routine check-up. https://t.co/VVQNj3i2FZ
— ANI (@ANI) February 2, 2020
નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સંદર્ભમાં, તે સમયાંતરે તપાસ માટે યુ.એસ. ની યાત્રા કરતી રહે છે. રવિવારે પણ તેમના પેટમાં દુખાવાને કારણે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હતા.
સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા અને લોકોએ તેમની તબિયત જલ્દીથી સારી થઇ જાય તેની પ્રાર્થના કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં પુત્ર અને કોંગ્રેસનાં નેતા અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને સોનિયા ગાંધી સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, હું મેડમ સોનિયા ગાંધીની તબિયત જલ્દીથી સારી થવાની પ્રાર્થના કરુ છું. તેણી ભારતની જનતાને એક કરવાની શક્તિ ધરાવે છે અને પોતાના બિમારી સામે લડવાની હિંમત પણ તેઓ રાખે છે. ભગવાન તેમને જલ્દીથી સામાન્ય જીવનમાં પાછા ફરવાની શક્તિ આપે. દેશને તેમના માર્ગદર્શનની સખત જરૂર છે.
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદને પણ ટ્વીટ કરીને સોનિયા ગાંધીની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. તેમણે લખ્યું, હું અમારા નેતા સોનિયા ગાંધીની જલ્દી તબિયત સારી થાય તેવી પ્રાર્થના કરું છું. બીજા એક યૂઝર્સ મુશર્રફ હુસૈને ટ્વિટ કરીને કહ્યું કે, હું સોનિયા ગાંધીની તબિયત સારી થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને જલ્દી ઠીક કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
