Hardik Pandya/ ક્રિકેટર હાર્દિક પંડ્યા આ યુવતીને ડેટ કરી રહ્યો છે? તસ્વીરો આવી સામે

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળો વહેતી થઈ છે. હાલમાં જ ટી20 કપ જીત્યાની ખુશીમાં………

Sports

Sports News: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળો વહેતી થઈ છે. હાલમાં જ ટી20 કપ જીત્યાની ખુશીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા લાઈમલાટમાં રહ્યો છે, ત્યારે હાર્દિકની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. લોકોએ એવી અટકળો લગાવી દીધી છે કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે.

આ છોકરી એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે અને તેનું નામ પ્રાચી સોલંકી છે. તે એક ડિજિટલ ક્રિએટર પણ છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો નથી. પ્રાચી હાર્દિક પંડ્યાની એક ફેન છે. તેણે પોતે આ પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે તે હાર્દિકને મળીને કેવું મહેસૂસ કરી રહી છે. પ્રાચી સોલંકીએ હાર્દિકની સાથે કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી સાથેની તસવીરો પણ શેર કરી છે.

હાર્ઝિકની પત્ની નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કહ્યું કે, હું અહીં બેસીને કોફી પી રહી છું. મારા મનમાં એક ખ્યાલ આવ્યો છે કે આપણે લોકોને કેટલા જલદી જજ કરી લઈએ છીએ. જો આપણે કોઈને પોતાના ચરિત્રથી હટીને એક્ટિંગ કરતા જોઈએ તો આપણે અટકતા નથી, આપણે તેને ઓબ્ઝર્વ કરતા નથી અને આપણા મનમાં કોઈ સહાનુભૂતિ હોતી નથી. આપણે સીધા જજ કરવા લાગીએ છીએ. આપણે નથી જાણતા કે શું થયું છે? આખી ઘટના, પૂરી સ્થિતિ પાછળ શું છે? આથી આવો આપણે ઓછા જજમેન્ટલ બનીએ, વધુ ઓબ્ઝર્વ કરીએ, વધુ સહાનુભૂતિ રાખીએ અને લોકો સાથે ધૈર્ય રાખીએ.

 

View this post on Instagram

 

A post shared by Celebo (@celebo.inc)



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતની ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં મોકલે

આ પણ વાંચો: રોહિત શર્માના ધ્વજ ફરકાવતા ફોટામાં શું છે ખોટું? જેના પર થઇ રહ્ય છે હોબાળો

આ પણ વાંચો: જ્યોતિ ઓલિમ્પિક હર્ડલ્સમાં ઉતરનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બનશે