પહેલી ટેસ્ટમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં વળતો જવાબ આપવા માંગે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર બાદ હવે ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં જીતવુ હવે સ્વમાન ટકાવી રાખવા જેવુ પણ દેખાઇ રહ્યુ છે. જો કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને હવે બીજી ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં એટલે કે 13 ફેબ્રુઆરી એટલે કે શનિવારથી યોજાવાની છે અને જો ટીમ ઇન્ડિયાએ સીરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બની રહેવા માંગે છે, તો તેણે કોઈ પણ સંજોગોમાં ચેન્નાઈમાં જીત મેળવવી પડશે. ચેન્નાઈમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 10 મેચ રમી છે, જેમાંથી પાંચ મેચ જીતી હતી અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી. હવે ચેન્નાઈ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને એક સારા સમાચાર મળ્યા છે કારણ કે, હવે ઇંગ્લિશ ટીમનો ઘાતક ખેલાડી બીજી ટેસ્ટ મેચ રમવાનો નથી.
We can confirm that @JofraArcher will miss the second Test against India in Chennai starting on Saturday after having an injection in his right elbow.
— England Cricket (@englandcricket) February 11, 2021
બીજી ટેસ્ટ મેચ માટે, જ્યાં ભારત માટે સારા સમાચાર છે, ત્યાં ઇંગ્લેન્ડ માટે આ એક ઝાટકો આવ્યા બરાબર છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બીજી ટેસ્ટ મેચમાં રમવાનો નથી કારણ કે તેને કોણીમાં ઈજા થઇ છે જેના કારણે તેણે ચેન્નાઈ ટેસ્ટમાંથી બહાર નીકળવું પડ્યું છે. અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડની ટીમે તેમના સૌથી અનુભવી બોલર જેમ્સ એન્ડરસનને આરામ આપવાનું મન બનાવી લીધું હતું, પરંતુ હવે જોફ્રાનાં ટીમમાંથી બહાર નીકળ્યા બાદ જેમ્સ ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં રહેશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોફ્રા આર્ચરને આ સમાચાર આપ્યા છે પરંતુ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમની જગ્યાએ કોને તક મળશે. જો કે જોફ્રા આર્ચરનાં બહાર નીકળ્યા પછી, એક વાત ચોક્કસ છે કે મુલાકાતી ટીમ ફરીથી જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની જોડી સાથે મેદાનમાં ઉતરશે.
Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન
IPL / IPL 2021 હરાજીની ફાઇનલ યાદી જાહેર, 1114 માંથી 292 ખેલાડીઓ બચ્યા
Cricket / ICC ટેસ્ટ રેન્કિંગ્સ : કોહલી 5માં નંબરે ખસક્યો, તો રુટ ત્રીજા ક્રમાંકે પહોંચ્યો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
