BCCI/ ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતની ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં મોકલે

ભારતીય ક્રિકેટ બોર્ડ ICCને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા……

Top Stories Breaking News Sports

New Delhi News: ભારતીય ટીમ આવતા વર્ષે(2025)માં પાકિસ્તાનમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ ICCને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકા યોજવા કહેશે તેમ સૂત્ર મુજબ જાણવા મળ્યું છે. મહત્વનું છે કે ભારત ગત વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ સિરીઝમાં રમવા પણ ગયું ન હતું. ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં રમાઈ હતી.

1996 પછી પ્રથમ વખત બની રહ્યું છે કે પાકિસ્તાન કોઈ મોટી ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટુર્નામેન્ટની 15 મેચનો ડ્રાફ્ટ ICCને મોકલી દીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ ICC આ શેડ્યૂલને મંજૂરી આપશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરી થી 9 માર્ચ સુધી રમાશે. જેમાં 10 માર્ચ ફાઈનલ માટે રિઝર્વ-ડે છે. ત્યારે લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન  તેના હરીફ ભારતનો સામનો કરી શકે છે. પરંતુ BCCIએ હજુ સુધી આ મેચ માટે પોતાની મંજૂરી આપી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેની પ્રથમ મેચ હારી

આ પણ વાંચો: આજથી ભારત સામે ઝિમ્બાબ્વેની પાંચ T20 સિરિઝ મેચ શરૂ, ક્યારે અને કઈ રીતે લાઈવ જોઈ શકશો…