Not Set/ બંધ મકાનમાંથી કંકાલ મળી આવતા લોકોમાં તર્કવિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

તાપી, તાપીના સોનગઢ નગરમાં વર્ષોથી બંધ ખંડેર મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતુ. એક ખંડેર જેવા મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું હોવાની જાણ સ્થાનિકને થઈ હતી. ત્યાર બાદ તેમણે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મકાનમાંથી માનવ કંકાલ મળી આવતા પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે, આ કંકાલ […]

Top Stories Gujarat Others

તાપી,

તાપીના સોનગઢ નગરમાં વર્ષોથી બંધ ખંડેર મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતુ. એક ખંડેર જેવા મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું હોવાની જાણ સ્થાનિકને થઈ હતી.

ત્યાર બાદ તેમણે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મકાનમાંથી માનવ કંકાલ મળી આવતા પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે,

આ કંકાલ કોનું છે. કેવી રીતે આવ્યું ? મૃત્યુ અકસ્માતે થયું હતું, હત્યા કે પછી આત્મહત્યા ? તેવા અનેક સવાલો સાથે પોલીસ દ્વારા વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવ્યો હતો.