Not Set/ યુક્રેનના જંગલમાંથી મળી બીજી સામૂહિક કબર : મૃતદેહ કાઢનાર પણ કાંપી ઉઠયા

સફેદ તબીબી કપડા પહેરેલા અને માસ્ક પહેરેલા કામદારોએ પાવડાની મદદથી જંગલની માટીમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું ત્યારે તેઓ પણ કંપી ઉઠયા હતા.

Top Stories World
યુક્રેન

યુક્રેન નું જંગલ જે એક સમયે પાઈન વૃક્ષોની સુંદરતા અને પક્ષીઓના કિલકિલાટ માટે જાણીતું હતું તે હાલમાં લાશોના ઢગલાથી ભરેલું અને ચીતરી ચડે એવું જોવા મળી રહ્યા છે. રાજધાની કિવની સીમમાં આવેલા બુકા શહેર નજીકના જંગલમાં બીજી સામૂહિક કબર મળી આવી છે. આ દ્રશ્ય અતિશય ડરામણાં અને કોઈના પણ હ્રદય કંપાવી દેનાર છે. સફેદ તબીબી કપડા પહેરેલા અને માસ્ક પહેરેલા કામદારોએ પાવડાની મદદથી જંગલની માટીમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું. કપડા અને ધૂળથી ઢંકાયેલા મૃતદેહો પર માખીઓ બણબણવા લાગી હતી. યુક્રેન

મળતી વધુ વિગત અનુસાર ઘણા મૃતકોના હાથ કમર પાછળ બાંધેલા જોવા મળ્યા હતા. આ કબરોનું ખોદકામ એવા સમયે થયું છે જ્યારે યુક્રેનના પોલીસ વડાએ તેમના અહેવાલમાં કહ્યું છે કે, સત્તાવાળાઓએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણથી 12,000થી વધુ લોકોની હત્યાની ગુનાહિત તપાસ શરૂ કરી છે. કિવ પ્રાદેશિક પોલીસના વડા, આન્દ્રે નેબિટોવે ઘટનાસ્થળે કહ્યું હતું કે, “ઘૂંટણ પરના ગોળીઓના નિશાન પરથી સમજી શકાય કે લોકોને કેટલો ત્રાસ આપવામાં આવ્યો હતો. ટેપ વડે તેમની પીઠ પર બાંધેલા હાથ દર્શાવે છે કે લોકોને લાંબા સમય સુધી બંધક બનાવવામાં આવ્યા હતા અને દુશ્મન દળોએ તેમની પાસેથી કોઈપણ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.”

યુક્રેન

ઉલ્લેખનીય છે કે, માર્ચના અંત સુધીમાં આ વિસ્તારમાંથી રશિયન સૈનિકોની પીછેહઠ કરવામાં આવી ત્યારથી જંગલ અને અન્ય જગ્યાએ સામૂહિક કબરોમાં 1,316 મૃતદેહો મળી આવ્યા છે. બુકામાં સામૂહિક કબરો મળી આવ્યા બાદ વિશ્વભરમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. લોકો આ હદ સુધીની ક્રૂરતાને વખોડી પણ રહ્યાં છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ