uttarpradesh news/ ઇન્સ્ટાગ્રામ પ્રેમનો ખૌફનાક અંત: 13 વર્ષની માસૂમને પ્રેમીએ હોટલમાં છોડી અને મેનેજરે નરાધમોને સોંપી

ગોરખપુરમાં Instagram પ્રેમીએ છેતરીને હોટલમાં બોલાવેલી 13 વર્ષની સગીરાને હોટલ મેનેજરે સ્પા સેન્ટરમાં વેચી દીધી. 15 દિવસ સુધી ચાલેલી હેવાનિયતનો પોલીસે પર્દાફાશ કર્યો.

NATIONAL Top Stories India
Instagram

Gorakhpur Minor Rape Case Instagram Love Story: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી માનવતાને શરમાવે તેવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલા પ્રેમની જાળમાં ફસાઈને ઘર છોડનારી એક 13 વર્ષની સગીરા સાથે 15 દિવસ સુધી જે હેવાનિયત આચરવામાં આવી, તે સાંભળીને પોલીસ અધિકારીઓના પણ રુંવાડા ઉભા થઈ ગયા છે. માસૂમ બાળકીને પહેલા પ્રેમીએ છેતરી અને ત્યારબાદ હોટલ માલિક તથા મેનેજરે મળીને તેને દેહવ્યાપારના નરકમાં ધકેલી દીધી હતી.

Instagram પ્રેમી પ્રેમનો દેખાડો કરી ફરાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પીડિત સગીરા છેલ્લા 6 મહિનાથી શાહપુર વિસ્તારના એક 15 વર્ષના છોકરા સાથે સંપર્કમાં હતી. 1 જાન્યુઆરીએ પ્રેમીના લલચામણા વાયદામાં આવીને બાળકી ઘર છોડીને નીકળી ગઈ હતી. પ્રેમી તેને ‘ભૂમિ પેલેસ’ હોટલમાં લઈ ગયો, જ્યાં ત્રણ દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેને લાવારિસ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો.

Instagram

મદદ કરવાને બદલે મેનેજરે હેવાનિયત ગુજારી

પ્રેમીના ગયા પછી હોટલ માલિક ધીરેન્દ્ર સિંહ અને મેનેજર આદર્શ પાંડેએ બાળકીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. તેને બચાવવાને બદલે આ નરાધમોએ તેની સાથે ગેંગરેપ કર્યો. એટલું જ નહીં, બાળકીની તબિયત લથડવા છતાં તેને દવાઓ આપીને સતત હવસનો શિકાર બનાવતા રહ્યા.

સ્પા સેન્ટરમાં વેચી દીધી

હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે હોટલ સંચાલકોએ આ માસૂમ બાળકીને બડહલગંજમાં આવેલા ‘ગ્રીન ડાયમંડ સ્પા સેન્ટર’ના માલિક અંકિતને વેચી દીધી. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. જ્યારે બાળકીની હાલત અત્યંત નાજુક થઈ ગઈ, ત્યારે તેને ફરીથી એક હોટલમાં લાવીને છુપાવી દેવામાં આવી હતી.

પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

5 જાન્યુઆરીએ નોંધાયેલી ગુમશુદગીની ફરિયાદ બાદ પોલીસ સતત તપાસ કરી રહી હતી. સગીરાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લોક કરી દીધું હોવાથી પોલીસને મુશ્કેલી પડી હતી, પરંતુ તેની માતાનો મોબાઈલ ફોન તપાસતા કડીઓ મળી હતી. આખરે 20 જાન્યુઆરીએ પોલીસે નૌસડ સ્થિત એક હોટલમાંથી પીડિતાને મુક્ત કરાવી હતી.  પોલીસે અત્યાર સુધીમાં હોટલ માલિક, હોટલ મેનેજર અને સ્પા મેનેજરની ધરપકડ કરી લીધી છે. પ્રેમીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવકે મહિલા કોન્સ્ટેબલ પર વારંવાર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદમાં વિધર્મીએ હિંદુ નામ ધારણ કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ