Iran News/ ઇઝરાયલી હુમલાઓ પછી ઈરાનની રાજધાનીમાં અંધારપટ , તેહરાનના અનેક જિલ્લાઓમાં વીજળી ગુલ

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે તેહરાનના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ થયો છે. હવાઈ હુમલાઓ બાદ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચતા વીજળી ગુલ (Power Outage) થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Top Stories World Breaking News
Power Outage

Iran News:ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુને વધુ ખતરનાક બની રહ્યું છે. બંને દેશો મિસાઈલ અને ડ્રોનથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન, અહેવાલો સૂચવે છે કે ઇઝરાયલી હવાઈ હુમલાઓ બાદ તેહરાનના કેટલાક ભાગોમાં વીજળી ગુલ  (Power Outage) થઈ ગઈ છે. ઈરાની સૈન્ય તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, મીડિયા અહેવાલો સામે આવ્યા છે જેમાં તેહરાનના વિસ્તારો અંધારામાં ડૂબી ગયા હોવાની છબીઓ અને વીડિયો જોવા મળ્યા છે.

તેહરાનના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ (Power Outage)

ઈરાની મીડિયા અનુસાર, તાજેતરના ઇઝરાયલી હવાઈ હુમલાઓ પછી તેહરાનના કેટલાક ભાગોમાં વીજળી ગુલ (Power Outage) થઈ ગઈ હોવાના અહેવાલ છે. ઈરાની રાજધાનીમાં થયેલા આ તાજેતરના હુમલાઓ અંગે IDF અથવા યુએસ સૈન્ય તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, ઈરાનના ઉર્જા મંત્રાલયનું કહેવું છે કે દેશના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓને પગલે તેહરાન અને અલ્બોર્ઝના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઈરાની શહેર કારાજમાં પણ વીજળી ગુલ થયાના અહેવાલો છે. તેહરાનના દક્ષિણ ભાગમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પારચીન પાવર ટ્રાન્સમિશન નેટવર્ક પર થયેલા હુમલા બાદ, તેહરાનના ઘણા જિલ્લાઓમાં વ્યાપક વીજળી ગુલ (Power Outage) થઈ ગઈ છે, જેમાં જિલ્લા 4, 7, 11, 13 અને 14નો સમાવેશ થાય છે.

એ નોંધનીય છે કે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે આરોપ લગાવ્યો છે કે રાજદ્વારી પ્રયાસો છતાં, અમેરિકા ગુપ્ત રીતે જમીન પર કાર્યવાહીનું કાવતરું ઘડી રહ્યું છે. “તેઓ જાહેરમાં વાતચીત અને વાટાઘાટોના સંદેશા મોકલે છે, જ્યારે ગુપ્ત રીતે જમીન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે,” ગાલિબાફે કહ્યું. સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે જણાવ્યું હતું કે તેમની સેના જમીન પર અમેરિકન સૈનિકોના આગમનની રાહ જોઈ રહી છે અને તે જોરદાર જવાબ આપશે. ઈરાની દળો સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે મધ્ય પૂર્વમાં 2,500 યુએસ મરીનની તૈનાતીથી તણાવ વધ્યો છે.


આ પણ વાંચો :ઈરાને કુવૈતના પાવર, વોટર પ્લાન્ટ પર હુમલો કર્યો,એક ભારતીયનું મોત

આ પણ વાંચો :  ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?

આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત